ગુજરાત
News of Thursday, 26th March 2020

વડોદરામાં કોરોનાથી બચવા ત્રણ દિવસના ડોર ટુ ડોર હેલ્થ સર્વેમાં તાવ અને કફના 2800થી વધુ દર્દીઓ મળી આવતા સારવાર અર્થે ખસેડાયા

વડોદરા:કોરોના વાઇરસના ચેપને ફેલાતો રોકવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડોદરાના તમામ ઘરોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વેલન્સની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી છે. આ ત્રણ દિવસમાં 363 727 કુટુંબોનો સર્વે કરી 1437 792 લોકોનું સ્ક્રિનિંગ કર્યુ હતું. જેમાં તાવના 892 કફના 1830 અને શ્વાસની તકલીફના 17 વ્યક્તિ મળ્યા હતા.

આ ઉપરાંત વિદેશની અને સ્થાનિક યાત્રા કરી હોય તેવા લોકો પણ મળી આવ્યા હતા. જેમાં તાવ, શરદી, ઉધરસની તકલીફ હોય તેવા 77 લોકો હતા. 1300 લોકો હોમ ક્વોરન્ટાઇન મુક્યા હતા. 79 ટકા સર્વેનું કામ પૂરું થયું છે. હજી 21 ટકા કામ બાકી છે. આખો સર્વે પૂર્ણ થતાં તાવ શરદી-ઉધરસના દર્દીઓનો આંકડો  હજી વધશે.

(5:51 pm IST)