ગુજરાત
News of Thursday, 26th March 2020

અમદાવાદમાં થયા લોક જાગૃતિના દર્શન:સોસાયટી સહીત ફ્લેટમાં મહેમાનો સાથે ફેરિયાઓને નો એન્ટ્રીના બોર્ડ લાગ્યા

અમદાવાદ:કોરોનાના વધતાં કેરને પગલે હવે અમદાવાદીઓમાં લોકડાઉન દરમિયાન લોકજાગૃતિના દર્શન જોવા મળી રહ્યાં છે. હવે શહેરની સોસાયટી-ફલેટમાં મહેમાનો પર પ્રતિબંધ મૂકાયો છે.એટલુ જ નહીં, ફેરિયા-લારીવાળાઓ માટે ય પ્રવેશ બંધ કરાયો છે. સોસાયટી-ફલેટના ચેરમેનોએ સભ્યોને કડક તાકીદ કરાઇ છેકે,જો નિયમોનો ભંગ કરાશે તો દંડ લેવાશે.આમ,હગે કોરોના વધશે તેવી દહેશતને પગલે લોકો જ જાગૃત થઇ રહ્યાં છે.

અમેરિકા,ઇરાન,ઇટલી સહિતના દેશોમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે.ગુજરાતમાં ય કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યાં છે.કોરોનાના સંક્રમણને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ અઠવાડિયા સુધી ઘરમાં જ રહેવા દેશવાસીઓને અપીલ કરી છે ત્યારે અમદાવાદ શહેરમાં તો કેટલાંય વિસ્તારોમાં લોકોની જાગૃતતા નજરે પડી છે.

(5:50 pm IST)