ગુજરાત
News of Thursday, 26th March 2020

ઇ-રિક્ષા મારફતે શાકભાજી ઘર સુધી પહોંચવા લાગ્યું છે

કોર્પોરેશન દ્વારા ૪૮ ઇ-રિક્ષા મુકવામાં આવી : અમદાવાદમાં સેનિટાઇઝેશન, ફોગિંગ, ફ્યુમિગેશનની કામગીરી પણ કોર્પોરેશન, ફાયર દ્વારા જોરદારરીતે જારી

અમદાવાદ,તા.૨૬ : લોકડાઉન દરમ્યાન હજુ પણ લોકો પોતાના ઘરોની બહાર નીકળી બજારમાં શાકભાજી-દૂધ ખરીદવા પડાપડી કરી રહ્યા છે ત્યારે કોરોના વાઇરસની ઝપેટમાં લોકો આવી ના જાય અને સંક્રમણનો ભોગ ના બને તેવા ઉમદા આશયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ૪૮ વોર્ડમાં ૪૮ રીક્ષા મારફતે શાકભાજી અને ફળફળાદિ પહોંચાડવાનું રૂ કર્યું છે. તો, સાથે સાથે અમ્યુકોએ અમૂલ સાથે સહયોગમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં દૂધ અને દૂધનો પાવડરના ટેટ્રા પેક પાઉચ અને સ્કીમ્ડ મીલ્ક પાઉડર પહોંચાડવાનું પણ રૂ કર્યું છે, જેને લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકોએ ભારે રાહતનો અનુભવ કર્યો હતો.

           અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વાઇરસની શહેરમાં વકરતી જતી કોરોના વાઇરસની ખતરનાક પરિસ્થિતિની ગંભીરતા સમજીને લોકોને દૂધ-શાકભાજી લેવા પણ ઘરોની બહાર નહી નીકળવા ખાસ અપીલ કરાઇ રહી છે અને તેના અનુસંધાનમાં લોકોને ઘેર બેઠા દૂધ, શાકભાજી, ફળફળાદિ સહિતની ચીજવસ્તુઓ પહોંચાડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

           આ માટે અમ્યુકો તંત્રએ શહેરના ૪૮ વોર્ડમાં નાગરિકોને ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે શાકભાજી, ફળફળાદિ જેવી ચીજવસ્તુઓ પહોંચાડવા માટે ૪૮ રીક્ષાઓને ફરતી કરવામાં આવી છે. ૪૮ રીક્ષાઓમાં તાજા શાકભાજી અને ફળફળાદિ ભરી શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને ઘેરબેઠા પહોંચાડવાનું રૂ કરવામાં આવ્યું છે. તો, પ્રકારે અમ્યુકોએ અમૂલ સાથે સહયોગમાં લોકોને દૂધ લેવા પણ બહાર ના નીકળવુ પડે તે માટે ખાસ વાહનો મારફતે લોકોને ઘેર બેઠાં દૂધ અને દૂધના પાઉડરના ટેટ્રા પેક પાઉચ અને સ્કીમ્ડ મીલ્ક પાઉડર પહોંચાડવાનું રૂ કરવામાં આવ્યું છે.

              આ સિવાય અમ્યુકોએ કોરોના વાઇરસના સંક્રમણને નાથવા માટે શહેરને સ્વચ્છ કરવાનું પણ અભિયાન હાથ ધર્યંુ છે. જેના ભાગરૂપે, સમગ્ર શહેરમાં સેનીટાઇઝેશન, ફોગીંગ અને ફયુમીગેશનની કામગીરી પણ અમ્યુકો દ્વારા ફાયરબ્રિગેડની ટીમોની મદદથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભારે અસરકારકતા સાથે હાથ ધરાઇ રહી છે.

કોર્પોરેશનની કામગીરી

*          લોકડાઉનની સ્થિતિ વચ્ચે લોકોને તકલીફ પડે તે માટે કોર્પોરેશન દ્વારા -રિક્ષા મુકી લોકોના ઘર સુધી શાકભાજી પહોંચાડવાની કામગીરી રૂ કરાઈ

*          ખાસ વાહનો મારફતે લોકોને દૂધ અને દૂધ પાવડર પહોંચાડવાની પણ કામગીરી

*          કોરોનાને રોકવા અને શહેરને સ્વચ્છ કરવાનું અભિયાન પણ યથાવતરીતે જારી

*          અમદાવાદમાં સેનિટાઇઝેશન, ફોગિંગ અને ફ્યુમિગેશનની કામગીરી યથાવતરીતે જારી

*          અન્ય રૂરી સેવાઓ પણ જારી રાખવામાં આવી

*          લોકોના ટોળા ભેગા થાય તે માટે કોર્પોરેશન દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે

*          રૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે ત્યાં નિયમો લાગૂ કરાયા

*          પેટ્રોલ પંપ પણ હવે શહેરમાં નિર્ધારિત ગાળામાં ખુલ્લા રહેશે

*          જીવન રૂરી ચીજવસ્તુઓ પણ ચોક્કસગાળા માટે ખુલ્લી રાખવા તૈયારી કરાઈ

(8:38 pm IST)