ગુજરાત
News of Thursday, 26th March 2020

લોકડાઉનમાં મદદ : રાજપીપીપળા રજપૂત ફળિયાના યુવાનો દ્વારા ઉમદા કાર્ય : ગરીબોને ફૂડ પેકેટ, અનાજ, ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ

રજપૂત ફળિયાના યુવાનો એ કુલદીપસિંહ ગોહિલ સાથે મળી ગરીબો માટે સેવાકાર્ય કરી માનવતા મહેકાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા રાજપૂત ફળિયાના કેટલાક યુવાનો એ કુલદીપસિંહ ગોહિલ સાથે મળી લોકડાઉન ટાણે ગરીબ લોકોની વ્હારે આવી સેવાકાર્ય કરવાનું બીડું ઝડપ્યું હતું.
  હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે જે લોકો રોજ કમાઈ પેટીયું રડતા હોય એવા ગરીબ લોકોની હાલત દયનિય હોય હાલમાં કામ બંધ હોવાથી કોઈ મજૂરીકામ પણ ન મળે ત્યારે બે ટંક ભોજનના પણ ફાંફા પડતા હોય તેવા સમયે રજપૂત ફળિયાના યુવા આગેવાન કુલદીપસિંહ ગોહિલ સાથે સ્વેતા અને દર્શન સહિતના યુવાનો એ ભેગા મળી પોતાના હાથ ખર્ચના મળતા રૂપિયા એકઠા કરી આ ગરીબ ભૂખ્યા વ્યક્તિઓને ફૂડ પેકેટ આપી માનવતાનું કામ કર્યું હતું.આ સેવકાર્યમાં કુલદીપસિંહ ગોહિલ સાથે સ્વેતા, દર્શન,શૈલેન્દ્રસિંહ કાટોદરીયા,

અભિરાજસિંહ કાટોદરીયા સહિતના યુવાનો એ ફૂડ પેકેટ બનાવી વિતરણ કર્યું હતું.સાથે ફ્રૂટ અને બિસ્કિટનું પણ ગરીબ વસ્તીમાં પહોંચી વિતરણ કર્યું.

(1:20 pm IST)