ગુજરાત
News of Thursday, 26th March 2020

ભરૂચના યુવાનો દ્વારા જમવા માટે ખિચડી અને પીવા માટે પાણીની વ્યવસ્થા કરાઈ

હાઈવે પરથી ચાલતા પોતાના વતન જતા લોકો અને માર્ગ પરથી ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું

કોરોના વાયરસનો ખોફ સમગ્ર દુનિયા અનુભવી રહી છે, ત્યારે દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરાયું છે  જેના કારણે વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ જતાં હાઈવે પરથી કેટલાય કિલોમીટર સુધી લોકો ચાલતા પોતાના વતન જઈ રહ્યા છે, ત્યારે માર્ગ પરથી ભૂખ્યા તરસ્યા પસાર થતાં રાહદારીઓ માટે ભરૂચ શહેરના સેવાભાવી યુવાનો દ્વારા જમવા માટે ખિચડી અને પીવા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યારે મોટી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લઈ સેવાભાવી યુવાનોનો આભાર માન્યો હતો.

ભરૂચના સેવાભાવી યુવાનોએ લોકડાઉન વેળા લોકસેવાનું  કાર્ય કરી લોકોએ લોકડાઉનનું પાલન કરવું, જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવું, સ્વચ્છતા રાખવી તેમજ શરીરમાં કોરોના વાયરસના કોઈ લક્ષણ જણાઈ તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી તબીબની સલાહ લેવી જેવી આવશ્યક બાબતોથી લોકોને અવગત કર્યા હતા

(12:23 pm IST)