ગુજરાત
News of Thursday, 26th March 2020

ગુજરાતમાં દૂધ - દહીં, કરિયાણું, શાકભાજી - ફળ, લોટની ઘંટી રોજ ક્યા સમયે ખુલ્લી રહેશે? જાણો ટાઈમ ટેબલ

આ ટાઈમ ટેબલ પ્રમાણે જ બહાર નિકળવા આદેશ અપાયો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને બુધવારે સાંજે વધુ 4 પોઝિટિવ કેસ બહાર આવતાં રાજ્યમાં 7 દિવસમાં કુલ 40 પોઝિટિવ કેસ નોંધાયા છે.
 આ રોગચાળો ફેલાય નહીં તે માટે રાજ્ય સરાકરે કડક રીતે લોકડાઉનનો અમલ કરાવવા પોલીસને સૂચાન આપી છે. તેને અનુલક્ષીને રાજ્યમાં જીવનજરૂરીયાતની કઈ ચીજ ક્યારે મળશે તે માટેનો સમય નિશ્ચિત કરાયો છે. લોકોએ આ સમયે જ બહાર નિકળું નહિંતર કાનૂની કાયર્વાહી કરાશે તેવી કડક સીચના આપી દેવાઈ છે.
 આ સૂચના પ્રમાણે ગુરૂવારથી સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી જ પેટ્રોલ પંપ ચાલુ રહેશે અને આ દરમિયાન જ પેટ્રોલ મળશે તેવો નિર્ણય છે ગુજરાત પેટ્રોલ એસોસિશને લીધો છે. આ સિવાય દૂધ-છાશ કેન્દ્રો સવારે 6-30થી 9-30 અને સાંજે 7-00થી 9-00 દરમિયાન ખુલ્લાં રહેશે. અનાજ-કરીયાણાની દુકાનો સવારે 9-00થી 12 દરમિયાન ખુલ્લી રહેશે.

 અનાજ દળવાની ઘંટીઓ સવારે 9-00થી 12-00 અને સાંજે 4-00થી 6-00 દરમિયાન ખુલ્લી રહેશે. શાકભાજીની દુકાનો/ પાથરણા/ ફળવાળા સવારે 8-00થી 10-00 અને સાંજે 4-00થી 6-00 દરમિયાન ખુલ્લી રહેશે જ્યારે જથ્થાબંધ શાકભાજીની દુકાનો સવારે 6-00થી 8-00 દરમિયાન ખુલ્લી રહેશે. લોકોને આ ટાઈમ ટેબલ પ્રમાણે જ બહાર નિકળવા આદેશ અપાયો છે.

(10:56 am IST)