ગુજરાત
News of Tuesday, 26th March 2019

વડોદરાના એન.આઈ.આર મહિલાની પ્રોપર્ટી પચાવવાના બનાવમાં ત્રણ વિરુદ્ધ બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા

વડોદરા: શહેરમાં એન.આર.આઇ. મહિલા લોપાબેન દવેની હરિભક્તિ એક્સટેન્શન ખાતે આવેલી પ્રોપર્ટી પચાવી પાડવાના ગુનામાં સામેલ આરોપી ધર્મવીરસિંહ જાડેજા સહિત ત્રણ આરોપીઓના ડીસીબી પોલીસે કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે

અંગેની વિગત એવી છે કે, એન.આર.આઇ. મહિલા લોપાબેન  દવેની હરિભક્તિ એક્સટેન્શન ખાતે આવેલી પ્રોપર્ટી પચાવી પાડવા માટે એક ટોળકી સક્રિય થઇ હતી. વેચાણ દસ્તાવેજમાં અન્ય સર્વે નંબરવાળી પ્રોપર્ટીનો ઉલ્લેખ કરી એન.આર.આઇ. મહિલાની પ્રોપર્ટીના ફોટાઓ મૂકવામાં આવ્યા હતા. પ્રોપર્ટીનો દસ્તાવેજ પાવર ઓફ એટર્નીના આધારે આરોપી ધર્મવીરસિંહ જુવાનસિંહ જાડેજા (રહે. આધ્યા રેસીડેન્સી દિવાળીપુરા) કરી લીધો હતો. જ્યારે પાવર ઓફ એટર્ની હોલ્ડર દિલીપ પટેલના પાવર ઓફ એટર્નીમાં સાક્ષી તરીકે () બશીર અહેમદ સાબીરશા દિવાન (રહે. મહાવીર સોસાયટી, આણંદ) અને () ઐય્યુબમીંયા અહેમદમીંયા  મલેક (રહે. તળાવવાળુ ફળિયું આણંદ) સહીઓ કરી હતી. ત્રણેય આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવવા પોલીસે કોર્ટમાં અરજી કરી જણાવ્યું હતું કે ધર્મવીરસિંહે પોતે મેળવેલો આગોતરા જામીનનો લાભ લઇ ખોટી હકીકત અને ઉડાઉ જવાબો આપી રહ્યો છે. સાક્ષીઓએ બોગસ દસ્તાવેજમાં સહી કરવા માટે શું લાભ મેળવ્યો છે ? તેની તપાસ કરવાની છે. બે બોગસ પાવર ઓફ એટર્ની કબજે કરવાના બાકી છે જે અંગે ધર્મવીરસિંહ જાડેજા કંઇ જણાવતો નથી. બીજા પાવર ઓફ એટર્નીના થયેલા નોટરીના સહી સિક્કા અંગે તપાસ કરવાની છેપાવર ઓફ એટર્નીમાં જણાવેલી અન્ય મિલકતોનો દસ્તાવેજ કર્યો છે કે કેમ ? તેની તપાસ કરવાની છે

 

(5:34 pm IST)