ગુજરાત
News of Tuesday, 26th March 2019

પાસના નેતા દિલીપ સાબવાની મોટી જાહેરાત :ગાંધીનગરથી લડશે ચૂંટણી :અમિતભાઇ શાહને અપક્ષ તરીકે આપશે ટક્કર

અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ :યુવાનો પર કેસ અને શહીદોના પરિવારને નોકરી મુદ્દે ચૂંટણીજંગમાં ઝંપલાવશે

 

અમદાવાદ :આગામી લોકસભા ચૂટણીં પહેલા પાસના કન્વીનર હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે હવે પાસ પણ હવે મેદાને ઉતરશે.પાસના નેતા દિલીપ સાબવાએ ચૂંટણી લડવા જાહેરાત કરી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ સામે દિલીપ સાબવા ગાંધીનગર થી ચૂંટણી લડશે.

 અમિતભાઇ શાહ સામે લડવા પાસમાંથી દિલીપ સાબવાની પસંદગી કરાઈ છે અલ્પેશ કથીરિયા ની જેલ મુક્તિ અને  જે યુવાનો પર કેસ થયા તે અને શહીદોના પરિવારને હજી નોકરી નથી મળી તે બાબતે સાબવા દ્વારા ચૂંટણી લડવામાં આવશે. અમિતભાઈ શાહને ટક્કર આપવા માટે અપક્ષ ઉમેદવાર તરીકે દિલીપ સાબવા લડશેદિલીપ સાબવાએ પત્રકાર પરિષદ યોજીની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

દિલીપ સાબવાએ પ્રેસ કૉન્ફરન્સમાં માહિતી આપી હતી કે તેઓ  કોઈ રાજકીય પાર્ટી સાથે જોડવાના નથી. સાથે પાસ દ્વારા કોંગ્રેસને પણ ચીમકી આપવામાં આવી છે, સાબવાએ જણાવ્યું છે કે તેમને ગાંધીનગરની બેઠક પર કોંગ્રેસ પણ સપોર્ટ આપે નહી તો તેનું પરિણામ ભોગવવું પડશે.
  
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી બેઠક પર અગાઉ ધારાસભ્ય  સી.જે. ચાવડાનું નામ નિશ્ચિત મનાતું હતું જોકે, ભાજપ દ્વારા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષમ અમિતભાઈ  શાહનું નામ જાહેર કરાતા મોટા માથાની તલાશ શરૂ કરી છે. એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસ બેઠક પર કોઈ પાટીદાર નેતાને ઉતારી શકે છે, સ્થિતિમાં પાસ દ્વારા બેઠક પર ઝંપલાવવાથી કોંગ્રેસ ભાજપ પર તેની શું અસર થશે તે તો પરિણામ બાદ જાણી શકાશે

(12:43 am IST)