ગુજરાત
News of Friday, 26th February 2021

હવે મધુ શ્રીવાસ્તવએ ચૂંટણી પંચને ફેંક્યો પડકાર: કહ્યું - હું આચારસંહિતાને ગણતો નથી:કાલે પણ પ્રચાર કરીશ

વડોદરા : ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કેટલાક સમયથી વિવાદિત ભાષણના કારણે ચર્ચામાં રહ્યા છે. તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમના દિકરાને લઈ તેઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પોલીસ અને કલેક્ટરને પણ ધમકાવ્યા હતા. ત્યારે ફરી એકવાર તેમનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ પ્રચારમાં ઉભા રહી કહે છે કે, “હું આચારસંહિતાને પૂછતો નથી, આવતીકાલે પણ પ્રચાર કારવાનો

વાઘોડિયા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાના વિવાદિત ભાષણના કારણે હમેંશા ચર્ચામાં રહ્યા છે. ત્યારે તઓને ફરી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓ વાઘોડિયામાં ચૂંટણીલક્ષી સભા યોજાઇ હતી જેમા મધુ શ્રીવાસ્તવની એક મતદાતાએ બોલતી બંધ કરી નાખી હતી. દરમિયાન મધુ શ્રીવાસ્તવે ઉશ્કેરાયેલા વૃદ્ધ મતદારને ગુંડો ગણાવ્યો હતો અને મતદાર પર પીધેલો હોવાનો આક્ષેપ કર્યો હતો. ચૂંટણી સભામાં મતદાતા વૃદ્ધનો એક નાનકડો સવાલ સાંભડી મધુ શ્રીવાસ્તવ અભદ્ર વર્તન કર્યું હતું. જોકે આ અભદ્ર વર્તનનાં કારણે કાર્યકરોમાં પણ સન્નાટો વ્યાપી ગયો હતો. હાલમાં ધારાસભ્યના આ અભદ્ર વર્તનનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહ્યો છે.

, થોડાક દિવસો પહેલા પણ મધુ શ્રીવાસ્તવે એક પત્રકારને જાહેરમાં જ મારવાની ધમકી આપી હતી. જયારે બીજા એક વીડિયોમાં તેઓએ પોલીસ અને કલેક્ટર-બલેક્ટરને ગજવામાં મુકું છું તેવું જણાવ્યું હતું.

(7:05 pm IST)