ગુજરાત
News of Friday, 26th February 2021

મોડાસા-હિંમતનગર માર્ગ નજીક કુવામાંથી પરપ્રાંતીય યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો

મોડાસા:મોડાસા - હિમંતનગર માર્ગે આવેલમા દુધેશ્વરીના મંદિર પાછળના કૂવામાંથી એક પરપ્રાંતીય યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી હતી. આ શ્રમિકના મોતનું કારણ જાણી શકાયું ન હતું. પરંતુ ટાઉન પોલીસે લાશનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ મોતને લઈ રહસ્ય સર્જાયું હતું.

જિલ્લામાં પરપ્રાંતિય શ્રમિકો કોરોના કાળની સ્થિતિ થાળે પડતાં કામ પર પરત આવ્યા છે. હાલ બટાટા કાઢવાથી માંડી કોલ્ડ સ્ટોરેજ પહોંચાડવાની જ કામગીરી મોટા પ્રમાણમાં હાથ ધરાઈ છે. ત્યારે પરપ્રાંતિય શ્રમિકો મોટાપ્રમાણમાં જિલ્લામાં જોવા મળી રહયા છે. ગુરુવારના રોજ મોડાસા-હિંમતનગર માર્ગે આવેલ દુધેશ્વરી માતાજીના મંદિર પાછળના કૂવામાંથી એક યુવકની લાશ મળી આવતાં પંથકમાં ચકચાર મચી હતી.

(5:07 pm IST)