ગુજરાત
News of Friday, 26th February 2021

૧લી માર્ચથી શરૂ થનારા બજેટ સત્રમાં પ્રત્યેક વ્યકિતએ કોરોના ટેસ્ટ કરાવવો ફરજીયાત : નીતિન પટેલ

ગુજરાતમાં મોબાઇલ એપ્લિકેશન પર સંપૂર્ણ બજેટ રજૂ કરાશે, બજેટના તમામ ડોક્યુમેન્ટ્સ એપ્લિકેશનમાં હશેઃ નીતિન પટેલ

ગાંધીનગર,તા. ર૬ : ગુજરાતની કોરોના પેટર્ન પર યુએસ અને યુકે સંશોધન કરશે, રાજકોટમાં મૃત્યુ પામેલા કોરોના દર્દીઓની ઓટોપ્સી કરીને રિસર્ચ પેપર બન્ને દેશોમાં મોકલાયા હતા.

નીતિનભાઇ પટેલ જણાવ્યુ હતું કે ગુજરાતમાં મોબાઇલ એપ્લિકેશન પર સંપૂર્ણ બજેટ રજૂ કરાશે, બજેટના તમામ ડોક્યુમેન્ટ્સ એપ્લિકેશનમાં હશે

 ગુજરાતમાં સિનિયર સિટીઝન અને સામાન્ય નાગરિકોને રસીકરણ ૧લી માર્ચથી શરૂ કરાશે, પ્રથમ ૬૦ વર્ષથી ઉપરની વ્યકિતઓને રસી અપાશે, એટલું જ નહીં ૪૫ વર્ષથી વધુ વયની વ્યકિતઓ કે જેમને કેન્સર, હાઇપરટેન્શન, કિડની, ડાયાબિટીસ જેવા ગંભીર રોગ હશે તેમને પણ રસી અપાશ તેમ જ્યંતિ રવિ જણાવ્યું હતું.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વોરિયર્સને બન્ને ડોઝની કામગીરી પૂર્ણ થઇ રહી છે, ૧લી માર્ચથી આરોગ્ય વિભાગે રાજ્યભરમાં ૫૦૦ સેન્ટરોથી રસીકરણની વ્યવસ્થા ગોઠવી છે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલએ જણાવ્યું હતું.

એક મોબાઇલ નંબર પરથી ચાર વ્યકિત રજીસ્ટ્રેશન કરાવી શકાશે, જેમાં ડોક્યુમેન્ટ્સ જોડવાના રહેશે, ઓનસાઇટ રજીસ્ટ્રેશન પર શરૂ કરાશે  તેમ જ્યંતિ રવિએ જણાવ્યું હતું.

(3:52 pm IST)