ગુજરાત
News of Friday, 26th February 2021

તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપમાંથી સૌથી નાની ઉંમરના ઉમેદવાર નેહા રબારી

22 વર્ષના નેહા રબારીએ કોલેજ પૂર્ણ કરી ઝંપલાવ્યુ રાજકારણમાં: મહુવાની કુંભણ બેઠક પરથી લડશે ચૂંટણી :રાજકારણમાં કોઈ બેકગ્રાઉન્ડ કે ગોડફાધર નથી.

અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવા ઉમેદવાર મેદાને છે. સૌથી નાની વયની નેહા રબારી તાલુકા પંચાયતની ચૂંટણી લડશે. મહુવા તાલુકાની કુંભણ બેઠક પરથી નેહા રબારીએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપે 22 વર્ષની નેહા રબારીને કુંભણ બેઠક પરથી ટિકિટ આપી છે.

22 વર્ષના નેહા રબારીએ કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી રાજકારણમાં ઝંપલાવી દીધુ છે. યુવા નેહા રબારીનું રાજકારણમાં કોઈ બેકગ્રાઉન્ડ કે ગોડફાધર નથી.

તાજેતરમાં ભાજપે 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં આપવાની જાહેરાત કરી અને યુવા પેઢી પણ લીડર બની શકે છે. તેમ કહેતા જ ગામડામાં પણ આ વાતની પ્રતિતી જોવા મળી છે. ભાજપે તાજેતરમાં મહુવા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુંભણ સીટ પરથી સૌથી નાની વયની યુવતી નેહા રબારીને ટિકિટ આપીને યુવા પેઢીને સુકાન સોંપવાની દિશામાં પ્રગતિ કરી છે

ભાવનગરના પાલીતાણામાં આવેલા સી.આર પાટીલ દ્વારા આ યુવતીનું સન્માન પણ કરાયું હતું. મહુવાના કુંભણ ગામની 22 વર્ષીય નેહા રબારીએ હજુ તાજેતરમાં જ કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. અને સેવાની ભાવના સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝાપલાવ્યું છે

(9:28 am IST)