ગુજરાત
News of Thursday, 25th February 2021

વડોદરા : એમ,.એસ,યુંનિવર્સીટીની સિન્ડિકેટની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો બિનહરીફ વિજય

ભાજપ તરફી બે જૂથો વચ્ચે સમાધાન થયા બાદ સિન્ડિકેટની મોટાભાગની બેઠકો બિનહરીફ

વડોદરા : એમ, એસ, યુનિવર્સીટીમાં સિન્ડિકેટની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો બિનહરીફ વિજય થયો છે જેને પગલે વિજેતાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ભાજપ તરફી બે જૂથો વચ્ચે સમાધાન થયા બાદ સિન્ડિકેટની મોટાભાગની બેઠકો બિનહરીફ થઈ છે. જોકે, ટીચર્સ કેટેગરીની ચાર બેઠકો માટે ભાજપના ચાર ઉમેદવારો ઉપરાંત ટેકનોલોજી ફેકલ્ટીના અધ્યાપક અને કોંગ્રેસ તરફી જૂથના સેનેટ સભ્ય નિકુલ પટેલે ઉમેદવારી નોંધાવતા ચૂંટણી યોજવી પડી હતી. પરંતુ ચાલુ વર્ષે યોજાયેલી ચુંટણીમાં એક પ્રથા તુટી છે. દર વર્ષે તમામ મતદારો સાથે વિદ્યાર્થી નેતાઓ યુનિવર્સિટી જનરલ સેક્રેટરી અને વાઇસ પ્રેસીડેન્ટ પણ મત આપતા હોય છે. પરંતુ કોરોનાને કારણે ગતવર્ષે યુનિવર્સિટી બંધ રાખવી પડે તેવી સ્થિતી સર્જાઇ હતી.

 દરમિયાન વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઇ ન હોવાના કારણે યુજીએસ અને વીપીની પોસ્ટ ખાલી છે. એટલે ગુરૂવારે યોજાયેલી સિન્ડિકેટની ચુંટણીમાં વિદ્યાર્થી નેતાઓ તેમનો મત આપી શક્યા નથી.

(1:00 am IST)