ગુજરાત
News of Friday, 26th February 2021

ઝરવાણી વળાંક પાસે ઈગ્લીશ દારૂ સાથે રૂ ૭૩,૮૦૦ નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી ગરૂડેશ્વર પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અગામી તાલુકા / જિલ્લા પંચાયતની ચુંટણીઓ શાંતી પુર્ણ રીતે યોજાય તે હેતુથી લીટસ્ટેડ બુટલેગરની પ્રવૃતી પર વોચ રાખી વધુને વધુ પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા સારૂ હિમકરસિંહ પોલીસ અધીક્ષક,નર્મદાની સુચના તેમજ ના.પો.અધિ. વાણી દુધાતની દોરવણી હેઠળ પ્રોહી / જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે સર્કલ પોલીસ ઇન્સ. ડી.બી.શુક્લના સુપરવિઝન હેઠળ એ. એસ .વસાવા પોલીસ સબ ઇન્સ,ગરડેશ્વર તથા પોલીસના માણસો ઝરવાણી જવાના વળાક પાસે નાકાબંધી કરતા એક નંબર વગરની મોટરસાઈકલ પર બે લોકો પૈકી અલ્લેશભાઈ મંગુભાઈ તડવી રહે,સાકવા તા.ગરુડેશ્વર જી.નર્મદા તથા દિલીપ ભાઈ ભગુભાઈ તડવી( રહે,મોટીરાવલ તા.ગરુડેશ્વર જી. નર્મદા )પાસે થેલામાં પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ -૩૩૮ જેની કિ.રૂ ૩૩૮૦૦ નો તથા એક પ્લસર  મોટર સાઈકલ જેની કિ.રૂ .૪૦૦૦૦ કુલ કિ.રૂ .૭૩૮૦૦નો મુદામાલ સાથે રેઈડ દરમ્યાન પકડાઈ જતા બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:25 pm IST)