ગુજરાત
News of Wednesday, 26th February 2020

ધમર્શાળામાં અસામાજિક તત્વોની શિવમંદિરમાં તોડફોડ : શિવલિંગને ઉખાડીને ઝાડીઓમાં ફેંકી દીધું : ભારે આક્રોશ

-વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળે એસપીને આવેદન આપ્યું : આરોપીઓ સામે કડક પગલાંની માંગણી

 

ધર્મશાલા:ધર્મશાળાના વોર્ડ નંબર -17 સિદ્ધપુરમાં અજાણ્યા લોકો દ્વારા શિવલિંગ તોડી નાખ્યું હતું જેના વિરોધમાં બજરંગ દળે ડીપીજી રાજ્ય પોલીસને આવેદન પત્ર પાઠવ્યું હતું બીજીતરફ પીલસે સમગ્ર મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.અસામાજિક તત્વોએ શિવલિંગ તોડીને બાજુની ઝાડીઓમાં ફેંકી દીધું હતું દેવામાં આવ્યું. સ્થાનિક લોકોએ રાત્રે જ પોલીસને જાણ કરી હતી, જેના આધારે પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી 

  ડીજીપીને મોકલેલા આવેદનપત્રમાં બજરંગ દળે માંગ કરી છે કે આવા હિન્દુ વિરોધી તત્વો સામે એફઆઈઆર નોંધીને યોગ્ય પગલા લેવામાં આવે જેથી આગામી સમયમાં દેવભૂમિનું વાતાવરણ ન બગડે. શિવલિંગ તોડવાની જાણ થતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હિન્દુ વિરોધી દળો સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

બજરંગ દળ વિભાગના વડા નરેન્દ્ર ધીમાને જણાવ્યું હતું કે સિદ્ધપુર સ્થિત શિવ મંદિરની તોડફોડ કરવામાં આવી છે અને શિવલિંગ તોડી નાખવામાં આવ્યું હતું. અમારી માંગ છે કે હિન્દુ વિરોધી તત્વો અને સક્રિય એવા સ્લીપર સેલ સામે કડક પગલાં લેવામાં આવે. આ સંદર્ભમાં એસપી જિલ્લા કાંગરા દ્વારા ડીજીપીને મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું છે

એસપી કાંગરા વિમુક્ત રંજનએ જણાવ્યું હતું કે મોડી સાંજે  અજાણ્યા લોકોએ સિદ્ધપુર નજીક શિવલિંગને તોડી નાખી હતી. રાત્રે એસ.એચ.ઓ.ને સ્થળ ઉપર મોકલી દેવાયો હતો. આ સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે દોષિત છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

(9:48 pm IST)