ગુજરાત
News of Wednesday, 26th February 2020

વડોદરામાં વાડી વિસ્તારમાં જર્જરિત મકાનનો ભાગ બેસી જતા બે શખ્સો દટાયા

વડોદરા: શહેરના વાડી વિસ્તારમાં એક જર્જરિત મકાનનો ભાગ બેસી જતા મકાનમાં રહેતા બે જણા દબાયા હતા.

શહેરમાં ચાર દરવાજા વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલા એક હજારથી વધુ જર્જરિત મકાનો જોખમી બન્યા છે ત્યારે આજે સવારે વાડી બદરી મહોલ્લામાં સો વર્ષ જૂનું એક મકાન ધડાકાભેર તૂટી પડતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા.

મકાનમાં કેટલાક લોકો દબાયેલા હોવાની આશંકાને પગલે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક રહીશોએ મકાનમાં દબાયેલા મુમતાજ અલી અને નુરૂનબેનને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

(5:37 pm IST)