ગુજરાત
News of Wednesday, 26th February 2020

નાંદોદના અકુવાડા બસ સ્ટેન્ડ પાસે નાવરા ગામના આધેડનું અકસ્માતમાં મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અકુવાડા ગામના બસ સ્ટેન્ડ પાસે મો.સા.પર થી પડી જતાં આધેડનું મોત નીપજ્યું હતું.

  પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદના નાવરા ગામમાં રહેતા પરસોત્તમભાઇ નટવરભાઇ પટેલ(૬૨)મો.સા.પર જતાં હતાં ત્યારે અકુવાડા બસ સ્ટેન્ડ નજીક પોતાની મો.સા. નં.જી.જે.રર ડી ૧૦૧૭ સાથે રોડ ઉપર પડી જતા તેમને ગંભીર ઇજાઓ થઈ હોય તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હોય પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:57 pm IST)