ડોનાલ્ડ ટ્ર્મપે ના લીધી રિવરફ્રન્ટની મુલાકાત : સ્ટેજ બનાવવા સહિતની મહેનત અને લાખોના ખર્ચ પાણીમાં
રિવરફ્રન્ટના કિનારે રંગબેરંગી ફૂલોના કુંડથી સમગ્ર વિસ્તારને નવો લુક અપાયો હતો
અમદાવાદ : અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનીયા અમદાવાદની માત્ર ત્રણ કલાકની મુલાકાતે આવ્યાં હતા. આ મુલાકાત પાછળ ૧૦૦ કરોડનો ખર્ચ કરાયો હોવાનો અંદાજ છે. ગાંધીઆશ્રમમાં ટ્રમ્પ અને મેલેનીયા રિવરફ્રન્ટનો નજારો માણે તે માટે સ્ટેજ બાંધવામાં આવ્યો હતો. રિવરફ્રન્ટના કિનારે રંગબેરંગી ફૂલોના કુંડથી સમગ્ર વિસ્તારને નવો લુક આપવામાં આવ્યો હતો.
રિવરફ્રન્ટનો નજારો માણી શકે તે માટે કલાત્મક ચબૂરો અને સંખેડાની ખુરશીઓ મુકાઈ હતી ટ્રમ્પની નજરમાં અમદાવાદની આગવી ઓળખ ઉભી થાય તે માટે ત્રણ કરોડનો ખર્ચ રંગીન ફૂલોના કુંડા રસ્તાના માર્ગો ઉપરાંત ગાંધીઆશ્રમમાં મુકાયા હતાં. પણ તાજમહેલ જોવાની ઉતાવળમાં ટ્રમ્પ- મેલેનીયાએ રિવરફ્રન્ટ જોવાનું માંડી વાળ્યું હતું જેથી લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હતો. અધિકારીઓની મહેનત પણ પાણી ફરી વળ્યું હતું.