ગુજરાત
News of Monday, 26th February 2018

સુરતના વરાછામાં ચર્ચને ડિમોલિશન માટે નોટીસ પાઠવાતાં આદિવાસી સમાજ દ્વારા પાલિકા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન

પાલિકા અને ભાજપ વિરુદ્ધ નારા લગાવાયા :પાલિકામાં બિલ્ડરોના શાસન કરતા હોવાનો આક્ષેપ

સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર આવેલા ચર્ચને ડીમોલેશન માટે નોટિસ પાઠવવામાં આવતા આદિવાસી સમાજ દ્વારા પાલિકાની કચેરી સામે ઉગ્ર વિરોધ કરાયો હતો અને ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમમાં પાલિકા અને ભાજપ વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી હતી.ચર્ચ પાસેનો રોડ 40 ફૂટનો બનાવવામાં ચર્ચ અડચણ રૂપ હોવાથી નોટિસ પાઠવાઈ હતી. જેથી મહાનગરપાલિકાની કચેરી સામે આદિવાસી જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં ધરણા પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતાં. વખતે આદિવાસી યુવકો અને લોકોએ હાથમાં પોસ્ટર અને કટ આઉટમાં વિવિધ નારાઓ લખ્યાં હતાં. જેમાં આદિવાસીઓની જમીન બંધ કરોની સાથે આક્ષેપ કરાયા હતાં કે ભાજપના શાસનમાં પાલિકામાં ટાઉન પ્લાનિંગ અધિકારીઓ નહીં પરંતુ બિલ્ડરો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

(10:20 pm IST)