ગુજરાત
News of Monday, 26th February 2018

મોડાસા-શામળાજી વચ્ચે પાર્ક કરેલ ટ્રકમાંથી 16 લાખના પાર્સલની ચોરી થઇ જતા ચકચાર

મોડાસા: મોડાસા-શામળાજી માર્ગે વચ્ચે આવેલ ગાજણ ગામની સીમની એક હોટલ કમ્પાઉન્ડમાં પાર્કીગ કરાયેલ પરચુરણ સરસામાન ૪૯૮ કાર્ટૂન ભરેલ ટ્રકમાંથી ૬૧ કાર્ટૂનની ચોરી થતાં ચકચાર મચી હતી. ગત બુધવારની મોડી રાત્રે ટ્રક લઈ આવેલ તસ્કર ગેંગે સામાન ભરેલ ટ્રકની તાડપત્રી કાપી નાખી ૬૧ કાર્ટૂન કિંમત રૃપિયા ૧૬,૦૨,૨૭૫ નો સરસામાન ચોરી લેતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગાજણ ગામ નજીકની અમર હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરાયેલ ટ્રકની તાડપત્રી કાપી ગત બુધવારની રાત્રી એ રૃપિયા ૧૬,૦૨,૨૭૫ ની કિંમતના ૬૧ કાર્ટૂન ચોરાઈ જતાં ખળભળાટ મચ્યો હતો. ગત ૨૧મી ફેબુ્રઆરીને બુધવારની પરોઢે મુંબઈના ભીંવડીથી પરચુરણ સરસામાનના કાર્ટૂન નંગ ૪૯૮ ભરી ટ્રક ચાલક ઈર્શાદ મહમદ ભટ્ટ (લુધીયાણા) જવા નીકળ્યો હતો. બુધવારની રાત્રીએ આ ટ્રકની બેટરી બગડતાં જરૃરી રીપેરીંગ માટે સવાર પડે તેની રાહ જોવા આ ટ્રકના ચાલકે કબ્જાની ટ્રક ગાજણ ગામની સીમમાં આવેલ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરી હતી અને ચાલક સૂઈ ગયો હતો.મોડી રાત્રે ટ્રકના પાછળના ભાગે અવાજ આવતાં સફાળો જાગી ઉઠેલ ટ્રક ચાલક ઈર્શાદ મહમદે ઉઠીને જોયું તો પોતાની ટ્રકની તાડપત્રી કાપી કોઈ અજાણ્યા શખ્શો ટ્રકમાં ભરેલા કાર્ટૂન ચોરી કરીને ટ્રકમાં ભરીને ભાગી ગયા હતા. મોડાસા રૃરલ પોલીસ સ્ટેશનના પોસઈ પી.આર.જાડેજા એ ફરીયાદી રાજનારાયણ મહાવીર મીશ્રા રહે.અવનપાર્ક કોલસેત રોડ,ઢોપાલી થાને મહારાષ્ટ્ર ની ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
 

(5:46 pm IST)