ગુજરાત
News of Wednesday, 25th January 2023

કોઇ પણ સારા પ્રસંગોમાં વસંત પંચમી શુભ દિવસઃ મુહુર્ત જાયા વગર પ્રસંગોની શુભ શરૂઆત થઇ શકે

મકાનનું ખાતમુહુર્ત , ગૃહ પ્રવેશ, હવન કે નવા કામની શરૂઆત કરી શકાય

લગ્ન, પૂજા, હવન, ગૃહ પ્રવેશ અને અન્ય કોઈ શુભ કામ વસંત પંચમીના દિવસે કોઈપણ શુભ મુહૂર્ત જોયા વગર કરી શકાય છે. તેના પાછળનું કારણ જાણવા માટે વાંચો આ લેખ. 26 જાન્યુઆરી, 2023 ના રોજ વસંત પંચમીનો તહેવાર છે. આ દિવસનું હિંદુ ધર્મમાં ખૂબજ મહત્વ છે. આ દિવસથી એક નવી જ ઋતુનું આગમન થાય છે, સાથે-સાથે આજના દિવસે ઘણાં શુભ કાર્યો પણ કરી શાકાય છે.

ઉલ્લેખનિય છે કે, જે શુભ કાર્ય માટે સારા દિવસ કે સારા મુહૂર્તની રાહ જોવાતી હોય છે, તે બધાં જ શુભ કાર્યો વસંત પંચમીના દિવસે કરી શાકાય છે. ‘આ દિવસ કોઈપણ દોષ રહિત હોય છે અને આ દિવસ અમૃત સિદ્ધિયોગ હોય છે, એટલે જ આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. આ જ કારણે વસંત પંચમીના દિવસે તમે મુહૂર્ત જોયા વગર શુભ કાર્યો કરી શકાય છે.’


ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!

લગ્ન-
પસંત પંચમીના દિવસે લગ્ન કરવા માટે કોઈપણ પ્રકારનું શુભ મુહૂર્ત જોવાની જરૂર નથી પડતી. આ દિવસે તમે ક્યારેય પણ લગ્ન કરી શકો છો. સામાન્ય રીતે તો લગ્ન માટે તિથિ અને શુભ મુહૂર્ત જોવામાં આવે છે, પરંતુ વસંત પંચમીનો આખો દિવસ શુભ ગણાય છે. માત્ર લગ્ન જ નહીં, આ દિવસે લગ્ન સાથે સંકળાયેલ કોઈપણ કામ કરી શકો છો.

ભવનનું નિર્માણ-
ભવનના નિર્માણનું કામ હોય કે પછી ભૂમિ પૂજન, વસંત પંચમીના દિવસે તમે આ બધુ જ કરી શકો છો. જો તમે તમારા ઘરને રિનોવેટ કરાવવા ઈચ્છતા હોવ કે નવું ઘર ખરીદવા ઈચ્છતા હોવ, તો વસંત પંચમીના દિવસે તમે આ બધાં કાર્યુ કરી શકાય છે. આ દિવસે ખરીદવામાં આવેલ નવું ઘર તમને સુખી-સમૃદ્ધ બનાવે છે.

ગૃહ પ્રવેશ-
નવા ઘરમાં પ્રવેશ પહેલાં પૂજા કરાવવામાં આવે છે. આ પૂજા માટે પણ ખાસ દિવસ અને મુહૂર્ત જોવામાં આવે છે, પરંતુ વસંત પંચમીના દિવસે તમે આખા દિવસ દરમિયાન કોઈપણ સમયે નવા ઘરમાં પ્રવેશ કરી શકો છો. ઉલ્લેખનિય છે કે, ગૃહ પ્રવેશ માટે અભિજીત મુહૂર્ત સૌથી શુભ ગણાય છે.

હવન-
હવન, મુંડન સંસ્કાર અને અન્નપ્રાશન સંસ્કારનું શુભ કાર્ય પણ વસંત પંચમીના દિવસે કરવામાં આવે છે. આ દિવસ ખૂબજ શુભ ગણાય છે. જો તમે ઘરમાં માત્ર પૂજા જ કરવા ઈચ્છતા હોવ તો પણ તમે વસંત પંચમીના દિવસે આ કામ કરી શકો છો.

નવા કામની શરૂઆત-
કોઈપણ નવા કામની શરૂઆત, રોકાણ કે નોકરીની શરૂઆત માટે આ દિવસ ખૂબજ શુભ ગણાય છે. આ દિવસે તમે નવી દુકાન પણ શરૂ કરી શકો છો. એટલું જ નહીં, કામ માટે તમે કોઈ યાત્રાએ જવાના હોવ તો પણ આ દિવસ શુભ ગણાય છે.

અમને આશા છે કે, આ લેખ તમને ચોક્કસથી ગમ્યો હશે. આ જ પ્રકારના વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે અને તમારાં મંતવ્યો અમને જણાવો કમેન્ટ કરી, આ લેખને સોશિયલ મીડિયામાં લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.

(8:17 pm IST)