ગુજરાત
News of Wednesday, 25th January 2023

વડોદરાના વારસીયા પોલીસ સ્ટેશનને સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે સાતમો ક્રમાંક

જયના DGP આશિષ ભાટિયા દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ વારસીયા પોલીસ સ્ટેશનના સમગ્ર પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યાં

વડોદરા : દેશના હજારો પોલીસ સ્ટેશનો પૈકી ગુજરાત રાજયના વડોદરા શહેરના વારસીયા પોલીસ સ્ટેશનને સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે સાતમો ક્રમાંક પ્રાપ્ત થયો છે. 

ભારત સરકાર ગૃહમંત્રાલય દ્વારા વાર્ષિક DGP/IGP કોન્ફરન્સ દરમિયાન દર વર્ષે ઉત્કૃષ્ટ કામગીરી જેવી કે પોલીસ સ્ટેશનની સ્વચ્છતા સુઘડતા વ્યવસ્થા, શિસ્ત, વર્તણૂક, રેકર્ડ જાળવણી, વહીવટી કામગીરી, તપાસ અંગેની કામગીરી, ગુનાઓના ડીંટેકશનની કામગીરી, ગુનાના પ્રિવેન્શનની કામગીરી, કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી, ડેટા ડીજીટાઇઝેશનની કામગીરી, અન્ય એજન્સીઓ સાથે સંકલન પ્રજા સાથે સહયોગ અને સંવાદ તેમજ અન્ય કોઇ ખાસ પ્રકારની કામગીરી વગેરે કામગીરી કરવા બદલ ગ્રેડીંગ માટેના પેરામિટર નકકી કરી તેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સમગ્ર દેશના કુલ-10 પોલીસ સ્ટેશનોને “બેસ્ટ પોલીસ સ્ટેશન”ની જાહેરાત કરવામાં આવે છે

દેશના હજારો પોલીસ સ્ટેશનો પૈકી ગુજરાત રાજયના વડોદરા શહેરના વારસીયા પોલીસ સ્ટેશનને સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે સાતમો ક્રમાંક પ્રાપ્ત થયેલ છે. જે બદલ રાજયના DGP આશિષ ભાટિયા દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ વારસીયા પોલીસ સ્ટેશનના સમગ્ર પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.

(12:43 am IST)