ગુજરાત
News of Tuesday, 26th January 2021

SGVP હોલિસ્ટીક હોસ્પિટલ અને હેતલ યોગ ક્લિનીકના સંયુક્ત ઉપક્રમે ગુરુકુલના ગાર્ડનમાં ૧૦૮ સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો: સૂર્યનમસ્કારમાં ૧૪૦ ઉપરાતં યોગ તાલિમાર્થી ભાઇઓ- બહેનો જોડાયાં

અમદાવાદ : માનવ જીવનમાં પ્રાણાયામ અને યોગાસનનું મહત્વ દર્શાવવા માટે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી, દર વર્ષે  જૂનમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

   અત્યારે કોરોના મહામારીના સમયગાળા દરમિયાન સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાય રહે, કોરોના વિષાણુઓથી વ્યક્તિ સંક્રમિત ન થાય એ માટે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા યોગાસન, ધ્યાન, પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર દરરોજ કરવા જોઇએ.

   હિન્દુ શાસ્ત્રના બ્રહ્મવૈવર્ત પુરાણમાં સૂર્ય-પૂજા અને સૂર્ય નમસ્કારનું ખૂબ જ મહત્વ બતાવ્યું છે. સૂર્ય ઉર્જાથી આપણું જીવન ટકી રહેલ છે. સૂર્ય નારાયણ પ્રત્યક્ષ દેવ છે. તે તમામ રોગોને નાશ કરે છે.

યોગ કરવાથી મન શાંત થાય છે. શાંત મન ભગવાનમાં જોડાય છે. યોગનો હેતુ જ ભગવાનમાં જોડાવાનો છે. યોગ આપણને આત્મા અને પરમાત્મા તરફ લઇ જાય છે.

 તા.૨૪ જાન્યુઆરીના રોજ વહેલી સવારે ૬વાગ્યે એસજીવીપી ગુરુકુલના ગાર્ડનમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, SGVP હોલિસ્ટીક હોસ્પિટલ અને હેતલ યોગ ક્લિનીકના સંયુક્ત ઉપક્રમે યોગ એક્સપર્ટ હેતલબેન દેસાઇના માર્ગદર્શન સાથે સૂર્ય નમસ્કારનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો.

  જેમાં આંબાવાડી, સેટેલાઇટ, મણિનગર, નારણપુરા, વસ્ત્રાપુર, SGVP હોલિસ્ટીક હોસ્પિટલના વૈદ્યો-ડોક્ટોરો, શહેરની આયુર્વેદ હોસ્પિટલના વૈદ્યો, યોગ તાલિમાર્થીઓ વગેરે ૧૪૦ ઉપરાતં ભાઇઓ અને બહેનો જોડાયાં હતાં. આવી કડકડતી ઠંડીમાં વહેલી સવારે ૬ વાગ્યે  હેતલબેન દેસાઇના માર્ગદર્શન સાથે તમામે ૧૦૮ સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ પ્રસંગે SGVP હોલિસ્ટીક હોસ્પિટલના ચીફ ઓપરેટીંગ ઓફિસર ડો. શ્રી હિરેનભાઇ કસવાલા, વૈદરાજ શ્રી પ્રવિણભાઇ હીરપરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.                                                                  

(9:43 pm IST)