ગુજરાત
News of Tuesday, 26th January 2021

પાલનપુર:સમી તાલુકામાંથી પસારથતી માઇનોર-2 કેનાલમાં સાફસફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થઇ જતા ખેતરોમાં પાણી ફરીવળ્યાં

સમી:તાલુકામાંથી પસાર થતી અમરાપુર માઇનોર- કેનાલમાં રવિવારે રાત્રે કેનાલમાં સાફસફાઈ કર્યા વગર પાણી છોડી દેવામાં આવતા કેનાલ ઓવરફ્લો થઈ ગઈ હતી જેને લઈ પાણી આસપાસના ખેતરોમાં લહેરાતા પાકમાં ફરી વળતા ભારે નુકશાન થવા પામ્યું હતું જેને લઈ અધિકારીઓની બેદરકારીને કારણે ખેડૂતોની આખા વર્ષની મહેનત પાણીમાં ગઈ હતી ત્યારે સરકાર દ્વારા અંગે કાર્યવાહી કરવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે

ઉત્તર ગુજરાતમાં પાટણ-બનાસકાંઠાની કેનાલોમાં છાશવારે ગાબડા તેમજ ઓવરફ્લો થવાની ઘટનાઓ સામે આવી રહી છે જેમા બનાસકાંઠા જિલ્લા બાદ હવે પાટણ જિલ્લામાં પણ કેનાલો ઓવરફ્લો થવા લાગી છે જેમાં સમી તાલુકાના અંતરિયાળ અમરાપુર સીમમાંથી પસાર થતી અમરાપુર માઇનોર- કેનાલમાં રવિવાર રાત્રે કેનાલના અધિકારીઓએ સાફસફાઈ કર્યા વગર પાણી છોડી દેવામાં આવતા કેનાલ ઓવરફ્લો થઈ ગઈ હતી જેને લઈ પાણી કેનાલ આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાયા હતા જેથી મહામહેનતે રાતદિવસ ઉજાગરો કરી પાકનું રક્ષણ કરીને તૈયાર કરેલ મહામુલો પાક અધિકારીઓની બેદરકારીને કારણે ક્ષણભરમાં પાણીમાં ધ્વસ્ત થઈ ગયો હતો જેને લઈ ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે અંગે ખેડૂત અમરાપુરના ખેડૂત મસાજી સોમાજીએ જણાવ્યું હતું રવિ સીઝનમાં અમોએ રાયડાનું વાવેતર કર્યું હતું પરંતુ પાણી અમારા ખેતરમાં ઘુસી જતા આખા વરહની મહેનત પાણીમાં જાય તેવું લાગી રહ્યું છે જેથી કરીને કેનાલમાં અધિકારીઓ સાફસફાઈ કર્યા વગર પાણી છોડી દેતા હોવાથી સરકાર દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

(4:59 pm IST)