ગુજરાત
News of Tuesday, 26th January 2021

ખેડબ્રહ્મામાં પોષી પૂનમના દિવસે માં અંબાનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવશે

ખેડબ્રહ્મા:ખાતે આવેલ રાજરાજેશ્વરી મા અંબા આદ્યશક્તિનો પોષ સુદ પૂનમ તા. ૨૮--૨૦૨૧નો દિવસ મા અંબાનો પ્રાગટય દિવસ છે. દિવસે અંબાના સન્મુખ છપ્પન ભોગ અન્નકૂટ રાખવામાં આવ્યો છે. જેના દર્શન સવારે -૩૦ વાગ્યાથી રહેશે.

ખેડબ્રહ્મામાં આવેલ પૌરાણિક અંબે માનો ઇતિહાસ પણ એટલો રસપ્રદ છે. પ્રાચીન કાળમાં દેવતાઓની પ્રાર્થનાથી અંબેમા પ્રગટ થયા હતા અને ભવ્ય અને રમણીય પવિત્ર ભૂમિ બ્રહ્મક્ષેત્રે (ખેડબ્રહ્મા)માં મા બિરાજ્યા હતા. તા. ૨૮--૨૦૨૧ પોષ સુદ પુનમના દિવસે રાજરાજેશ્વરી મા અંબાના સન્મુખ છપ્પન ભોગ અન્નકુટ ભરાશે. મા અંબાનો પ્રાગટય દિવસ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં ભક્તો માના ચરણમાં શિશ ઝુકાવવા આવશે તેમ માતાજી મંદિરના ટ્રસ્ટ મેનેજર ઘનશ્યામસિંહ રહેવરે જણાવ્યું છે કેઅન્નકુટના દર્શન સવારે -૩૦ કલાકથી રહેશે જ્યારે મંદિરમાં મા અંબાના રાત્રિના કલાક સુધી દર્શન કરવા ભાવિક ભક્તોને મળશે પોષ સુદ પુનમનું વિશેષ મહત્ત્વ હોવાથી ગુજરાતભરમાંથી ભક્તો દર્શન માટે આવશે પરંતુ વર્ષે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે દરેક ભક્તોએ લાઇનમાં ઉભા રહી સેનેટાઇઝેશન તેમજ માસ્ક પહેરીને દર્શન કરવા મળશે.

(4:58 pm IST)