ખેડા જિલ્લામાં પોલીસે બે જુદી-જુદી જગ્યાએ દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
ખેડા:જિલ્લામાં બે અલગ અલગ સ્થળો પરથી વિદેશી દારૂ ઝડપાયો છે.ગળતેશ્વર તાલુકાના સેવાલિયા જૂની ચેક પોસ્ટ પાસેથી બાતમી આધારિત વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. વળી મહુધા તાલુકાના ફિણાવ ગામ તરફ જવાના રોડ પર આવેલ પાણીની ટાંકી પાસેથી સ્થાનિક પોલીસે વિદેશી દારૂ પકડયો છે.
ગળતેશ્વરના સેવાલિયાની જૂની ચેક પોસ્ટ પર સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે ગોધરા તરફના રોડેથી એક મોટર સાયકલ પર બે વ્યક્તિઓ વિદેશી દારૂ લઇને આવી રહ્યા છે. જે અનુસંધાને ગોઘરા તરફથી આવતાં વાહનો પર વોચ રાખવામાં આવી હતી. આ સમયે બાતમી આધારિત મોટર સાયકલ પસાર થતા તેને રોકી તલાશી લેવામાં આવી હતી. તલાશી લેતા વચ્ચે મૂકેલ થેલામાંથી ભારતીય બનાવટના બિટરના ટીન નંગ-૩૦ કિ.રૂા.૩૦૦૦, ભારતીય બનાવટનો વિદેશી દારૂના કાચના ક્વાટર નંગ-૪૦ કિ.રૂા.૪૦૦૦ , મોટર સાયકલ કિ.રૂા.૮૦,૦૦૦, રોકડ રૂા.૪૧૦ એમ મળી કુલ રૂા.૮૭,૪૧૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે સેવાલિયા પોલીસે મીનેશ ઉર્ફે પિન્ટુ જામાભાઇ હઠીલા અને વિનોદભાઇ ધૂળિયાભાઇ ડામોર વિરુધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.