ગુજરાત
News of Tuesday, 26th January 2021

ભાજપમાં થતા પલાયનવાદથી કોંગ્રેસ પરેશાન : પહેલીવાર બનાવી ડેમેજ કન્ટ્રોલ કમિટી

ગુજરાતની ચૂંટણીઓ માટે કોંગ્રેસના સીનિયર ઓબઝર્વર તરીકે તમરાધવાજ સાહૂની નિમણૂક

અમદાવાદ : ગુજરાતમાં નેતાઓ અને કાર્યકરોના પક્ષપલટાથી પરેશાન કોંગ્રેસે ડેમેજ કન્ટ્રોલ કમિટી બનાવી છે. પરંતુ આ કમિટીમાં સામેલ ઘણા નેતા ખુદ ભાજપના સંપર્કમાં હોવાથી એવી અટકળો થવા માંડી છે કે આ ડેમેજ કન્ટ્રોલ કમિટી ક્યાંક કોંગ્રેસને જ ડેમેજ ન પહોંચાડી દે

તદઉપરાંત  દિલ્હીમાં સોનિયા ગાંધીને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તમરાધવાજ સાહૂનિ સીનિયર ઓબઝર્વર (વરિષ્ઠ નિરીક્ષક) તરીકે નિમણૂક પણ કરી દીધી.

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કોંગ્રેસના નેતા ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે. તેમાં પણ વિધાનસભાની હોય કે સ્થાનિક ચૂંટણીઓના સમયે નેતાઓ અને કાર્યકરોની પલાયનની ઝડપ ખુબ વધી જાય છે.

ગુજરાતમાં 6 મહાનગરોના કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર થઇ ગયા બાદ ઝાડેશ્વરના કોંગ્રેસી નેતા કૌશિક પટેલ પોતાના 300 સમર્થકો સાથે ભાજપમાં જોડાઇ ગયા. તો અંકલેશ્વરમાં પણ મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ભાજપમાં સામેલ થઇ ગયા.

આ પલાયનવાદ માટે મોટાભાગને કિસ્સામાં એવો આરોપ હોય છે કે પક્ષમાં તેમને કોઇ સાંભળતુ નથી. આ સમસ્યાને દૂર કરવા અને પક્ષપલટો રોકવા માટે કોંગ્રેસે ડેમેજ કન્ટ્રોલ કમિટી બનાવી છે.

કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે આ અંગે જણાવ્યું કે ચૂંટણીમાં પક્ષના વફાદાર અને જીત્યા પછી બીજા પક્ષમાં ન જતા રહે તેવા નેતાઓને ટિકિટ અપાશે.

ઝાડેશ્વર અને અંકલેશ્વરની જેમ વડોદરામાં પણ કોંગ્રેસને ડર છે. કારણ કે ભાજપે અહીં ભાજપે મિશન 76નું સૂત્ર આપ્યું છે. તમામ 76 સીટ જીતવાનો દાવો કરી રહેલા ભાજપની કોંગ્રેસના ઘણા નેતાઓ પર નજર છે. તેનાથી ફફડાયેલી કોંગ્રેસ) પહેલી વખત ડેમેજ કન્ટ્રોલ કમિટીની રચના કરી છે.

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષે આ કમિટીમાં વડોદરાના ટોચના નેતાઓને સામેલ કરી એ તેમને કોઇ નેતા નારાજગીને કારણે પક્ષ છોડે નહીં, તેની તકેદારી રાખવાનું કહ્યું છે.

વડોદરા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે ત્યાર બાદ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે તે પોતાના નેતા અને કાર્યકરોના બળે જીતી નથી શકતા તેથી કોંગ્રેસના કોર્પોરેટરોના પોતાની સાથે સામેલ કરવા માંગે છે. પ્રશાંક પટેલે કહ્યું કે નારાજરીનું કારણ દર્શાવી કોઇ નેતા પાર્ટી છોડે નહીં તે માટે જ ડેમેજ કન્ટ્રોલ કમિટી બનાવાઇ છે.

રસપ્રદ વાત એ છે કે આ કમિટીમાં જે નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે, તેમાંથી ઘણા ભાજપના સંપર્કમાં છે. તેથી આ ડેમેજ કન્ટ્રોલ  કમિટી ક્યાંક કોંગ્રેસને જ ડેમેજ (નુકસાન) ન પહોંચાડી તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

તદઉપરાંત દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ (AIIC)ના ઓબઝર્વર તરીકે તમરાધવાજ સાહૂની વરણી કરી. સાહૂ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અને સંકલનની જવાબદારી સંભાળશે.

ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓનો હવાલો સંભાળનારા તમરાધવાજ સાહૂ કોંગ્રેસના સીનિયર નેતા અને હાલમાં છત્તીસગઢની કોંગ્રેસ સરકારમાં ગૃહમંત્રી છે. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું કે મિ.સાહૂને કોંગ્રેસ સિમિતિની બંધારણીય અને સંકલનની જવાબદારીમાં થી મુક્ત કરી તાત્કાલિક અસરથી ગુજરાતના ચૂંટણી નીરિક્ષક બનાવવામાં આવ્યા છે.

(1:46 pm IST)