ગુજરાત
News of Tuesday, 26th January 2021

વલસાડના યુવાઓએ દેશભક્તિના ફ્યુઝન સોન્ગનો વીડિયો રિલીઝ કર્યો

સંગીતકાર મિતુલ પારેખ, નિરાલી પારેખ, ડૉક્ટર સિદ્ધાર્થ દેસાઈ, આઇટી પ્રોફેશનલ સાગર મિસ્ત્રીએ વીડિયોમાં મહત્વની ભૂમિકા ભજવી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડના જુદા જુદા ક્ષેત્રના યુવાનોએ મળીને દેશભક્તિના ફ્યુઝન સોન્ગનો એક વીડિયો બનાવી 26મી જાન્યુઆરીના રોજ રિલીઝ કર્યો છે. આ વીડિયો તેમણે જાતે કમ્પોઝ કર્યો છે. જેમાં સંગીતકાર કપલે પોતાનો અવાજ આપ્યો છે. પોતાના હોમ સ્ટુડિયોમાં બનાવેલું આ વિડીયો સોન્ગ યુવાનો જ નહીં પરંતુ વડીલોને પણ લુભાવી રહ્યું છે.

  વલસાડના સંગીતકાર કપલ મિતુલ પારેખ અને નિરાલી પારેખે તેમના મિત્ર અને ડ્રમર એવા ડૉ.સિદ્ધાર્થ દેસાઈ સાથે મળી 26મી જાન્યુઆરીના રોજ દેશભકિતના જુદા જુદા સોન્ગ મિક્સ કરી તેનું ફ્યુઝન વર્ઝન તૈયાર કર્યું હતું. આ સોન્ગ તૈયાર થયા બાદ અન્ય મિત્ર અને કમ્પ્યુટર એન્જીનિયર સાગર મિસ્ત્રી ના સથવારે તેમણે તેનો વીડિયો બનાવ્યો છે. આ વીડિયો તેમના હોમ સ્ટુડિયોમાં તૈયાર થયો છે. આ વીડિયો સોન્ગમાં તેમના અન્ય સાથીઓનું પણ ફિલ્માંકન થયું છે. જેમાં ડેન્ટિસ્ટ ગુરપ્રિત કાજલા, પત્રકાર અપૂર્વ પારેખ, પ્રકૃતિ પારેખ, વિરાલી મિસ્ત્રી અને બાળકો ઇવા મિતુલ પારેખ અને ઇરા અપૂર્વ પારેખે પણ પોતાની ભૂમિકા ભજવી છે.   

   ઇન્ડિયન ક્લાસિકલ, પૉપ-રોક અને રેપનું અનોખું ફ્યુઝન વલસાડના યુવા ગૃપે તૈયાર કરેલા આ સોન્ગમાં ઇન્ડિયન ક્લાસિકલ, પૉપ-રોક અને રેપ મ્યુઝિક ની ઝલક જોવા મળશે. સંગીતની આ ત્રણેય શૈલીઓનું તેમણે અનોખું મિશ્રણ કરી આ ફ્યુઝન સોન્ગ તૈયાર કર્યું છે. આ સોન્ગ તેમણે યુટ્યુબ https://youtu.be/QmHxNTQK6BM પર મુક્યો છે.

(11:19 am IST)