ગુજરાત
News of Tuesday, 26th January 2021

રાજપીપળાના ડોક્ટર દમયંતી બા સિંધાને જીનિયસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સન્માનિત કરાતા વધુ એક સન્માન મળ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે છેલ્લા દસ વર્ષથી બાળકોને સહિત તમામ માટે વિના મૂલ્યે સ્વાસ્થ્ય બાબતેનું ઉમદા સેવાકાર્ય કરતા દમયંતી બા પ્રદીપસિંહ સિંધાને હાલ વધુ એક સન્માન પ્રાપ્ત થયું છે જેમાં તેમના આ સેવા કાર્ય બદલ તેમને જીનિયસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સન્માન મળતા નર્મદા જિલ્લા માટે ગૌરવની વાત છે.

  દમયંતી બા કેન્સરના દર્દીની માત્ર એક રૂપિયામાં સારવાર કરે છે તે પણ વનસ્પતી અને જડીબુટ્ટીઓમાંથી દવા બનાવી અનેક રોગોની સારવાર કરી રહ્યા છે જેમાં કેન્સર,લકવા, ડાયાબિટીસ,નિસંતાન દંપતી,સ્કીન સફેદ કોઢ કિડની પથરી વગેરેનો ઈલાજ તેઓ કરે છે. વનસ્પતિ અને જડીબુટ્ટીઓની આ દવા લેવા દેશ- વિદેશમાંથી લોકો અહીંયા આવે છે જેમાં સારા પરિણામો પણ મળ્યા છે.ત્યારે તેમના આવા સેવા કાર્યથી જીનિયસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં તેમના નામનો સમાવેશ થતા નવો રેકોર્ડ બન્યો છે જે ખુબ ગૌરવની વાત છે.

 આ ઉપરાંત તેમને અનેક ઍવૉર્ડ મળ્યા છે જેમાં ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ, લિજેન્ડ ઓફ વર્લ્ડ વુમેન એક્સેલેન્સ એચિવમેન્ટ એવોર્ડ,ગુજરાત કોરોના ક્ષત્રિય ઓરિએન્ટ જેવા એવોર્ડ થી તેમને નવાજવામાં આવ્યા છે.ત્યારે તેમના આ સેવાકાર્ય માં તેમના પતિ પ્રદીપસિંહ સિંધા પણ સારો સાથ- સહકાર આપે છે. આમ બંને દંપતી દરેક કાર્ય નિષ્ઠાથી અને નિઃસ્વાર્થ ભાવે કરતા આવ્યા છે

(12:44 am IST)