ગુજરાત
News of Tuesday, 26th January 2021

અમદાવાદના નારોલમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ ભભૂકી

ફાયરજવાનોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો

અમદાવાદના નારોલ વિસ્તારમા આવેલી કોજી હોટેલ નજીક કારખાનામાં આગ લાગવાની ઘટના બની. નૂર નગરમાં પ્લાસ્ટિકના કારખાનમાં આગ લાગવાનું મેસેજ ફાયર કંટ્રોલને પ્રાપ્ત થતા ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવાની કોશિશ કરી હતી.

ફાયરજવાનોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેતા મોટી જાનહાની બનતા ટળી હતી. જોકે, સદનસીબે સમગ્ર બનાવમાં કોઈ જાનહાની ન થતા ફાયરની ટીમે હાશકારો કર્યો હતો.આગ લાગવાનું કારણ તાપસવા ફાયરની ટીમ દ્વારા તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.

(9:43 pm IST)