ગુજરાત
News of Sunday, 26th January 2020

હોમલોન માટે પ લાખ સુધી કરમુકિત મળી શકે છે : ગૃહમંત્રાલયની દરખાસ્‍તને નાણામંત્રી મંજુર રાખશે

ગાંધીનગર4 દિવસ પછી 1 ફેબ્રુઆરી 2020એ રજૂ થનારા બજેટમાં ઘર ખરીદનારાઓને આવકવેરામાં મોટી છૂટ મળી શકે છે. બિલ્ડરોને ફાયદો કરાવવા માટે વ્યાજ પર 2 લાખ રૂપિયાની છૂટ વધારીને 5 લાખ થઈ શકે છે. અમિત શાહના ગૃહ મંત્રાલયે વ્યાજની છૂટ વધારી આપવા ભલામણ કરી છે. તે નાણાં પ્રદાન સીતારમનને માન્યા સિવાય કોઈ છૂટકો નથી.

પ્રિંસિપાલ ઉપર અલગથી છૂટ આપવાના વિકલ્પ અંગે ચર્ચા થઈ રહી છે. રીઅલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાં રોકાણ પરની છૂટ ઉપર વિચારણા ચાલું છે. મૂડી લાભની સ્થિતિમાં છૂટછાટ આપી શકાય છે. કેપિટલ ગેઇન ટેક્સમાં છૂટ બે મકાનો સુધી મર્યાદિત છે. બે મકાનોની મર્યાદા અને રોકાણની અવધિ વધારી શકાય છે. દરખાસ્ત અંગે ગૃહ મંત્રાલય અને નાણાં મંત્રાલય વચ્ચે અનેક બેઠક થઈ છે. 3.5. લાખ સુધીના હોમ લોનના વ્યાજની સામે ટેક્સમાં છૂટ છે.

(3:47 pm IST)