ગુજરાત
News of Saturday, 25th January 2020

PSI મોડ-૨ની પરીક્ષામાં બેઠેલા 6 હજાર જેટલા ઉમેદવારોની ઉત્તરવહીની ફેર ચકાસણી કરવા હાઇકોર્ટનો સરકારને આદેશ

ASIમાંથી PSIના પદ માટે પ્રમોશનના મામલે અટવાયેલા કેસમાં હાઈકોર્ટે આપ્યો સરકારને આદેશ

 

અમદાવાદ : પોલીસ સબ ઈન્સ્પેક્ટરથી પોલીસ ઈન્સ્પેક્ટરના પ્રમોશનનો મામલો છેલ્લા એક વર્ષથી અટવાયેલો છે. જોકે ગુજરાત હાઈકોર્ટે કેસ મામલે રાજ્યસરકારને મહત્વનો આદેશ કર્યો છે. અને PSI મોડ-૨ની પરીક્ષામાં બેઠેલા 6 હજાર જેટલા ઉમેદવારોની ઉત્તરવહીની ફેર ચકાસણી કરવા સરકારને આદેશ કર્યા છે

  અત્રે ઉલ્લેખનીય છે કે  ઉત્તરવહીઓના જવાબ ચેક કરી અને માર્ક આપવાની પદ્ધતિમાં ઉમેદવારોને અન્યાય થયો હોવાની કોર્ટમાં રીટ રજૂ થતા. મામલો સામે આવ્યો હતો. જે સંદર્ભે કોર્ટે અરજદારની રજૂઆતને ગ્રાહ્ય રાખી રાજ્ય સરકારને કેસ સંદર્ભે જરૂરી આદેશ કર્યા છે.

(12:49 am IST)