ગુજરાત
News of Friday, 25th December 2020

કોંગ્રેસની સરકારે ખેડૂતોને ગોળીએ વિંધ્યા હતા : વિજય રૂપાણી

વિજય રૂપાણીએ કિસાન કાર્યક્રમમાં કૉંગ્રેસને આડે હાથે લીધા : ખેડૂતોના નામે આંદોલન કરનારા લોકોને પડકાર, ભૂતકાળમાં કોંગ્રેસે ટેકાના ભાવ આપ્યા નથી અને ક્યારેય ખરીદી નથી

અમદાવાદ,તા.૨૫ : આજે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઈનો જન્મદિવસ છે. આજના દિવસે ભારતીયજનતા પાર્ટી દ્વારા સુશાસન દિવસની ઊજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીના હસ્તે આજે આ દિવસે કિસાન કલ્યાણ સમ્મેલનો દ્વારા કિસાનોનું સન્માન કરી અને તેમના ખાતામાં સરકારી સહાયતા જમા કરાવવામાં આવી. આ કાર્યક્રમમાં વિજય રૂપાણીએ કૉંગ્રેસને આડે હાથે લીધી. ખેડૂતોના નામે આંદોલન કરનારા લોકોને પડકાર, ભૂતકાળમાં કૉંગ્રેસની સરકારોએ ટેકાના ભાવ આપ્યા નથી, ક્યારેય ખરીદી નથી. ટેકાના ભાવ અને પાકવીમાની માંગણી કરનારા લોકોને તમારી સરકારે ગોળીએ દીધા હતા. આવા ખેડૂતોની ખાંભી પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છે. અમારી સરકારે કદી ન મળેલા ટેકાના ભાવ આપ્યા છે. નરેન્દ્ર મોદીની સરકારે વખતોવખત ટેકાના ભાવ વધારી પૂરતા ભાવ આપ્યા છે. આ વર્ષે ૧૧૦૦ રૂપિયામાં મગફળી વેચાણી છે.

 

       પાક વીમામાં વીમા કંપનીની આડોડાઇ કાઢીને સરકાર પોતે મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના લાવ્યા છે. વિજય રૂપાણીએ જણાવ્યું કે  રાજ્યમાં નર્મદા યોજના દ્વારા ખેડૂતોને ગામે ગામ પાણાી આપવામાં આવી રહ્યું છે. આ એજ કૉંગ્રેસ છે જે સત્તામાં હતી ત્યારે તેણે કેન્દ્રમાં નર્મદા ડેમ પર દરવાજાના મૂકવાની પરવાનગી ન આપી અને વિકાસમાં રોડા નાખ્યા હતા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને ડેમનું કામ પૂર્ણ થયું. કૉંગ્રેસે વર્ષો સુધી આ યોજના અટકાવી રાખી. રાજ્યના ખેડૂતોને ધોળે દિવસે વીજળી આપવાની યોજના હોય કે ટેકાના ભાવે ખરીદી સરકારે ખેડૂતોનો હિત હંમેશા વિચાર્યુ છે. સીએમ રૂપાણીએ ઉમેર્યુ કે રાજ્યમાં ૧૦૫૫ કરતા વધારે ગામમાં ખેડૂતોને દિવસે વીજળી મળવા લાગી છે. પીએમ મોદીએ નર્મદા યોજના પુરૂ કરી. રાજ્ય સરાકરે સુજલામ સુફલામ યોજનાથી ઉત્તર ગુજરાતના ૩૫૦૦ તળાવો ભર્યા છે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ ભર્યા છે.

      આજે કદાચ કુદરત રૂઠે તો ખેડૂતનું વર્ષ નિષ્ફળ ન જાય એ માટે મા નર્મદાના આશિર્વાદ ગામડે ગામડે પહોંચાડ્યા છે. જે દિવસે લાઇનો લાગતી હતી ત્યારે કૉંગ્રેસ કહેતી કે આ મુંગેરીલાલ કે હસીન સપને છે, જે સ્વપ્ન જોવે તે જ સાકાર કરી શકે છે. ખેડૂતોના નામે આંદોલન કરનારા લોકોને પડકાર, ભૂતકાળમાં કૉંગ્રેસની સરકારોએ ટેકાના ભાવ આપ્યા નથી, ક્યારેય ખરીદી નથી. ટેકાના ભાવ અને પાકવીમાની માંગણી કરનારા લોકોને તમારી સરકારે ગોળીએ દીધા હતા. આવા ખેડૂતોની ખાંભી પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છે. અમારી સરકારે કદી ન મળેલા ટેકાના ભાવ આપ્યા છે. નરેન્દ્ર મોદીની સરકારે વખતોવખત ટેકાના ભાવ વધારી પૂરતા ભાવ આપ્યા છે. આ વર્ષે ૧૧૦૦ રૂપિયામાં મગફળી વેચાણી છે.

(7:36 pm IST)