ગુજરાત
News of Friday, 25th December 2020

પૂજ્ય બળદેવજી મહારાજના સેવાકીય કાર્યોની સુવાસ આજે અન્યો માટે પ્રેરણારૂપ બની છે: નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ

નાયબ મુખ્યમંત્રીએ તરભ ખાતે બ્રહ્નમલીન બળદેવીગીરી મહારાજને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

મહેસાણા: મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભવાળી નાથ ધામના મહંત અને ધર્મગુરૂ પૂજ્ય બળદેવગિરીજી મહારાજને તરભ ખાતે જઇ તેમને શ્ર્ધ્ધા સુમન અર્પણ કરતા  નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે મહારાજની સમાજ સેવા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની છે.
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે સેવા પરમો ધર્મ સાથે તેમણે અનેકવિધ સેવાકીય કાર્યો કર્યા છે. લાખો આસ્થાના પ્રતિક વાળીનાથના ગાદિપતિ પૂજ્ય બળદેવગીરી મહારાજ દાયકાઓ સુધી સેવા,ધર્મ,પુજા અને ભકતોનું માર્ગદર્શન કર્યું છે.તેમણે ઉમેર્યું હતું કે  સંતશ્રીએ સમસ્ત હિન્દુ સમાજને ધર્મ સેવા અને ગૌ સેવા માટે પ્રેરણા આપી છે.
        નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે બાપજીની ઇચ્છા હતી કે મંદિરનો જીણોર્ધાર થાય અને આ ઇચ્છાને પગલે હજારો ભક્તો અને સેવાભાવી સંસ્થાઓનું દાન મળ્યું છે. આ મંદિરના જીણોર્ધાર માટે ગુજરાત સરકારે પણ રૂ ૦૫ કરોડનું માતબર દાન આપી સેવાની સહભાગી બની છે.
         નાયબ મુખ્યમંત્રીએ નિતીનભાઇ પેટેલ જણાવ્યું હતું કે આજે પૂજ્ય બળદેવગીરી મહારાજના અંતિમદર્શન કરી હું પાવન થયો છે.નમ્ર વિવેકી અને ધર્મ જીવન જીવવા માટે લાખો લોકોને માર્ગદર્શન આપનાર બાપજીની વિદાયથી ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે.
         ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામ હજારો વર્ષ જુની ગાદી વાળીનાથ મંદિરનું ધામ ના ગાદિપતી પૂજ્ય બળદેવગીરી મહારાજના દાયકાઓ સુધી સેવા પુજા ધર્મ માર્ગદર્શન કરી સમસ્ત હિન્દુ સમાજને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યા છે. આજે તેમના પાર્થિવ દેહને નમન કરી આશિર્વાદ મેળવ્યા છે તેમ જણાવ્યું હતું,

(7:13 pm IST)