ગુજરાત
News of Friday, 25th December 2020

ડેડીયાપાડામાં ટેકાના ભાવે રોકડીયા પાકોનાં ખરીદી વેચાણ માટે સેન્ટર ચાલુ કરવા રજુઆત સાથે ચીમકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નમૅદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખેડૂતો માટે રોકડીયા પાકો ટેકાના ભાવે ખરીદી વેચાણ માટેનું કોઈ સેન્ટર નથી જેને લઈ રાજપાલ,મુખ્યમંત્રીને સંબોધીને પ્રાત અધિકારી અને મામલતદાર ડેડીયાપાડાને લેખીતમાં રજુઆત કરીને સેન્ટર ઉભું કરવાની માંગ કરવામાં આવી છે.

  રજૂઆતમાં જણાવ્યા મુજબ ડેડીયાપાડા તાલુકાનો સમગ્ર વિસ્તાર ખેતી પ્રાધાન્ય વિસ્તાર છે મોટા ભાગના આદિવાસી ખેડૂતો ખેતી નિર્વાહ કરી જીવન ગુજારી રહ્યા છે  ડેડીયાપાડા વિસ્તારમાં ખેડૂતો માટે રોકડીયા પાકોનું ખરીદી વેચાણનું સેન્ટર ન હોવાથી ડેડીયાપાડા આસપાસમાં મકાઈ,તુવેર,કપાસ, અડદ વગેરે રોકડીયો પાકની ખેતી કરતાં ખેડૂતોને સરકારના સુચવેલા ટેકાનો ભાવ મળતો નથી ટેકાના ભાવો ન મળવાના કારણે ખેડૂતોએ ખેતીમાં કરેલી મહામુલી મહેનતના રૂપિયા પણ ઉપજ થતાં નથી  જેથી ખેડૂતોની દયનિય સ્થિતિ ઉભી થઈ છે  

 રોકડીયા પાકો માટેનું ખરીદી વેચાણ સેન્ટર ન હોવાથી ખેડૂતોને ભારે તકલીફોની મુશ્કેલીઓની હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી ડેડીયાપાડામાં રોકડીયા પાકોના ખરીદી વેચાણ માટેનું સેન્ટર ઉભું કરવામાં આવે તે માટે વાડવા ગામના ખેડૂત અશ્વિન વસાવાએ પ્રાંત અધિકારી અને મામલતદાર ડેડીયાપાડાને લેખીત રજુઆત કરી છે સાથે સાથે જો તેમની માંગણી મુજબ સેન્ટર ઉભું ન થશે તો આગામી ૨૮મી ડીસેમ્બરે પ્રાંત અધિકારીની કચેરી સામે આંદોલન અને ધરણાં કાયૅક્રમ આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

(12:05 am IST)