ગુજરાત
News of Friday, 25th November 2022

વડોદરાના આજવા રોડ પર મકાનમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 7 શકુનિઓને એક લાખના મુદામાલ સાથે ઝડપી પાડયા

વડોદરા: પીસીબી પોલીસની માહિતી મળી હતી કે આજવા રોડ નવજીવન બસ સ્ટેન્ડની પાછળ આવેલ જાદવ અમીશ્રદ્ધા સોસાયટીમાં રહેતો રિતેશ કૈલાશભાઈ ધોબી પોતાના મકાનમાં જુગારધામ ચલાવે છે જેથી પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે પંચોને સાથે રાખીને રેડ કરતા જુગાર ધામનો સંચાલક રીતેશ ધોબી તથા જુગાર રમતા અશોક દામાજીભાઈ પંચાલ હરીશ જગદીશભાઈ પોતદાર જતીન રાજેન્દ્રભાઈ મહંત રાહુલ મનુભાઈ કહાર શૈલેષ કનુભાઈ જયસ્વાલ તથા ઇબ્રાહીમ નુરાભાઈ ઘાંચી મળી આવ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી 6 મોબાઈલ તથા રોકડા રૂપિયા મળીને એક લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.

(6:30 pm IST)