કરિશ્મા કઈ બાજુ છે ચિંગારી ગેંગ કે એમપીટી? સિરીયલ મેડમ સરમાં આવશે નવો વણાંક
(કેતન ખત્રી), અમદાવાદઃ સોની સબ પર કોપ ડ્રામા મેડમ સરે રોચક સ્થિતિઓ અને મનોરંજનના વધારાના ડોઝ સાથે દર્શકોને તેમની બેઠક સાથે જકડી રાખ્યા છે. દર્શકોએ ભરપૂર પ્રેમ દર્શાવ્યો છે અને એકધાર્યો ટેકો આપ્યો છે અને હવે ચાહકો કરિશ્માની એકશન નોંધપાત્ર વળાંક લાવવાની હોવાથી આ?ર્યોની રોલરકોસ્ટર સવારી અને મોજીલી સ્થિતિઓની અપેક્ષા રાખી શકે છે.વર્તમાન વાર્તામાં શિવાની કરિશ્માને ગુમ થયેલી હસીનાને શોધી કાઢવામાં મદદ કરે છે અને તે માટે કરૂણા નામે મહિલા જવાબદાર હોય છે. કરિશ્મા શિવાનીને કરૂણાને તેની કસ્ટડીમાં રાખવા માટે કહે છે, પરંતુ કરિશ્માના બેડરૂમમાં પુષ્પાને મરૂન સાડી અને કાળું બ્લાઉઝ મળી આવે છે, જે ચિંગારી ગેંગનો પહેરવેશ હોય છે. હસીનાને તેની કળતિને આધારે લાગે છે કે કરિશ્મા ચિંગારી ગેંગ સાથે સંકળાયેલી છે. હસીના કરિશ્માને શિવાનીની કસ્ટડીમાંથી કરૂણાને છોડાવવા અને એમપીટી પ્રત્યે કરૂણાની કટિબદ્ધની પરીક્ષા લેવા માટે તેને એમપીટીમાં લઈ જવા પૂછે છે. તેમ સિરીયલમાં એસઆઈ કરિશ્મા સિંહની ભૂમિકા ભજવતી યુકિત કપૂરે જણાવ્યું હતું.