ગુજરાત
News of Thursday, 24th November 2022

બાવળામાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં સામે આવી મોટી ખામી: અજાણ્યું ડ્રોન ઉડતું દેખાયું: ત્રણ શખ્શોની ધરપકડ

સભાગૃહના મુખ્ય માર્ગ પર ડ્રોન ઉડતુ દેખાયુ :ત્રણ શખ્સોને ઝડપી લેવાયા:આ શખ્સો વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવતી હતી

અમદાવાદ :અમદાવાદના બાવળામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ચૂંટણી સભા દરમિયાન વડાપ્રધાનની સુરક્ષાને લઈને મોટી ખામી સામે આવી છે. વડાપ્રધાન જ્યાં ચૂંટણી સભા સંબોધી રહ્યા હતા ત્યાં અજાણ્યુ ડ્રોન ઉડતુ દેખાયુ હતુ. આ ઘટનામાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

 આ સમગ્ર ઘટનાને લઈને પીએમની સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. જે સ્થળે પીએમની સભા હતી ત્યાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ ઉપરાંત, સ્થાનિક સુરક્ષા એજન્સી સહિત અમદાવાદ ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટૂકડીઓ તૈનાત હતી.

  આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અનૂપસિંહને સભાગૃહના મુખ્ય માર્ગ પર ડ્રોન ઉડતુ દેખાયુ હતુ. આ ડ્રોન કોણ ઉડાડી રહ્યુ હતુ તેની ચકાસણી કરતા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ શખ્સો વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી રહી હતી

 

(10:24 pm IST)