ગુજરાત
News of Thursday, 24th November 2022

એલસીબી પીઆઇ દીપક કોરાટ કહે છે કે ભયજનક તત્વો, બે મહિલાઓ સહિત ૮ લોકોને એક સાથે જુદી જુદી જેલમાં મોકલાયા છે

આઇજી પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ નવસારી એસપી ઋષિકેશ ઉપાધ્યાયના આદેશ અનુસાર એલસીબી પીઆઇ દીપક કોરાટ ટીમે ૨૧ને પાસામાં ધકેલી દીધા : તાપી વ્યારાના વિભાગીય વડા ચંદ્રરાજસિંહ જાડેજા કહે છે કે, મહારાષ્ટ્ર બોર્ડર વાળા વિસ્તારમાં હાઇ લેવલે બેઠકો બાદ દારૃ ઘૂસતો રોકવા એસપી રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ રણનીતિ ઘડી છે. : સુરત રૃરલ એસપી હિતેષ જોયસર અને એલસીબી પીઆઇ બી.ડી.શાહ છે કે, ગોવાથી ઉઠાવી લાવેલ ૧૮ ગુન્હાના વોન્ટેડ બુટલેગર પાસેથી તમામ દારૃના ધંધાર્થીઓના નામ ખોલાવી ઓપરેશન હાથ ધરીશું.

રાજકોટ તા.૨૪: આગામી ધારાસભાની ચૂંટણી અંતર્ગત લિસ્ટેડ બુટલેગરો દ્વારા સાઉથ ગુજરાતમાં દારૃ ઘૂસતો રોકવા માટે પાડોશી રાજયો સાથે સતત બેઠક અને બૂટલેગરો સામે આકરા પગલાઓ લેવા આઇજી પિયુષ પટેલ સહિત તમામ એસપી તથા સ્ટાફ દ્વારા મકકમ નિર્ધાર પગલે નવસારીના એસપી ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા આવા લિસ્ટેડ બુટલેગરો સામે આકરી કાર્યવાહી અંતર્ગત પાસામાં ધકેલવાનું અભિયાન જોશભેર આગળ વધી રહયુ છે, મહિલા બુટલેગર સહિત કુલ ૮ વિરૃધ્ધ પાસાની કાર્યવાહી અંગે લીલી ઝંડી બતાવતા નવસારી એલસીબી પીઆઇ દીપક કોરાટ દ્વારા અટકાયત કરી વિવિધ જેલમાં મોકલવામાં આવેલ

મૂળ સૌરાષ્ટ્રના વતની એવા નવસારી એલસીબી પીઆઇ દીપક કોરાટે સાઉથ ગુજરાતમાં રેન્જ વડાપિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ નવસારી એસપી ઋષિકેશ ઉપાધ્યાયના આદેશ અનુસાર એક સાથે ૮ મલી કુલ ૨૧ સામે પાસા અંતર્ગત કાર્યવાહી કરેલ છે. (૧)સંજયભાઇ કિશનભાઇ ગુટ્ટે, રહે.વિજલપોર, ગૌતમનગર, ઉદ્યોગ તા.જલાલપોર, જિ.નવસારી(પાસા અટકાયત હેઠળ મધ્યસ્થ જેલ મોકલેલ છે.) (૨) અબ્દુલરહીમ અબ્દુલરજાક શેખ, (ઉ.૩૫) રહે. યશફીન હોસ્પિટલ પાછળ સોસાયટી, તા.જિ.નવસારી, મુળ રહે.નેહરૃનગર, જુની પાણીની તા.જિ.નવસારી(પાસા અટકાયત હેઠળ મધ્યસ્થ જેલ રાજકોટ) (૩) સચીનભાઇ સુરેશભાઇ શિરસાટ, (ઉ.૨૩ ) રહે. અલ્કાપુરી સોસાયટી, બીજા માળે, વિજલપોર, તા.જલાલપોર, જિ.નવસારી(પાસા એકટ મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલેલ છે.)(૪) કુલદીપ ઉર્ફે કલ્લુ નરેન્દ્રભાઇ રાજપુત (ઉ.૩૫) રહે.ધારાગીરી નવુ ફળીયુ રૃમની પાછળ તા.જિ.નવસારી(પાસા અટકાયત હેઠળ મધ્યસ્થ જેલ મોકલેલ છે. (૫) જાગૃતિ () જયંતીભાઇ ગોવિંદભાઇ સોલંકી, (ઉ.૪૨) રહે.ભેસત રોહિતવાસ, તા.જિ.નવસારી(પાસા અટકાયત હેઠળ મધ્યસ્થ જેલ કચ્છ મોકલેલ છે.)(૬) શાંતાબેન રૃ/ં રાજુભાઇ પરસોતમભાઇ હળપતિ (ઉ.૫૫) રહે.કાગદી કોલેજ પાસે, તા.જિ.નવસારી(પાસા અટકાયત હેઠળ મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલેલ છે.) સદ્દામ નિઝામ નુરમહમંદ શેખ, (ઉ.૩૨) રહેવાસી.ખેરગામ કુભારવાડ, તા.ખેરગામ જિ.નવસારી(પાસા અટકાયત હેઠળ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલેલ છે.)(૨) નિગમ નિઝામ નુરમહમંદ શેખ, (ઉ.૨૪) રહે. ખેરગામ કુંભારવાડ, તા.ખેરગામ, જિ.નવસારી(પાસા અટકાયત હેઠળ મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલેલ છે.)

પીઆઇ દીપક કોરાટ દ્વારા વિશેષમાં જણાવેલ કે નવસારી જિલ્લાના માથાભારે તત્વો કે જે આગામી ચૂંટણી કોઇ જાતના ભય વગર થાય તેવો નવસારી એસપી દ્વારા દ્વઢ નિર્ધાર કરવામાં આવ્યો છે તેવા લોકોને પણ પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે.

(4:09 pm IST)