ગુજરાત
News of Wednesday, 25th November 2020

રાજપીપળા નગરપાલિકા સહિત ગુજરાતની નગરપાલિકાઓના 4 ચીફ ઓફિસરની બદલી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાના મુખ્ય અધિકારી જયેશ પટેલ સહિત ગુજરાત રાજ્યની ચારનગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી થઈ છે જેમાં ઉનાના પાર્થિવ પટેલની કેશોદ, કાલાવડના જયદેવ ચૌહાણ ઉના, રાજપીપળાના જયેશ પટેલને વિરમગામ અને વિરમ ગામના પરાક્રમસિંહન મકવાણાની રાજપીપળા બદલી કરાઈ છે. જયારે નિમણૂકની રાહમાં રહેલા ચીફ ઓફિસર તરીકે મયુર જોશીની કાલાવડમાં નિમણુંક કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
   અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળા  નગરપાલિકાના મુખ્ય અધિકારી જયેશ પટેલ એ જ્યારે રાજપીપળા ખાતે ચાર્જ સંભાળ્યો ત્યારે વેરો વધારો અને ઘણા હંગામી કર્મચારીઓને ફરજ પરથી છુટા કરતા લોકો ભારે નારાજ હતા.તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામોમાં પણ જરૂરી સહીઓ કરવા બાબતે ઢીલી નીતિ અપનાવતા આવાસ યોજનાના લાભરથીઓનું કામ ટલ્લે ચઢ્યું હતું સાથે સાથે શહેરમાં સફાઈ મુદ્દે પણ ભારે બુમો ઉઠી હોય હાલ તેમની બદલી બાદ નવા આવનારા મુખ્ય અધિકારી આ બાબતે યોગ્ય કરે તેવી લોકો આશા સેવી રહ્યા છે.

(10:24 pm IST)