ગુજરાત
News of Wednesday, 25th November 2020

ઈડરમાં બપોરના ૪ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે

કોરોનાના વધતા કહેરમાં વેપારીઓએ જાગૃતી બતાવી : પ્રાંત અધિકારીઓ-વેપારીઓની બેઠકમાં લેવાયેલો નિર્ણય

ઈડર, તા. ૨૫ : રાજ્યમાં કોરોના તેનો કહેર બતાવી રહ્યો છે. ત્યારે હવે તંત્ર હરકતમાં આવી છે. વચ્ચે કોરોના સંક્રમણ અટકાવવા વેપારીઓ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇડરમાં આજથી વાગ્યા સુધી દુકાન ખોલવામાં આવશે. વધતા કોરોના વચ્ચે ઇડરના વેપારીઓ દ્વારા ડિસેમ્બર સુધી ઇડરમાં બપોર સુધી દુકાનો ખોલશે, તેમજ વાગ્યા બાદ મેડિકલ સિવાયની દુકાનો બંધ રહશે. મળતી માહિતી અનુસાર ઇડરમાં કોરોના સંક્રમણ વધતું અટકાવવા બપોર બાદ બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વેપારીઓ અને પ્રાંત અધિકારીની મળેલ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. ૨૫ નવેમ્બર થી ડીસેમ્બર સુધી ઇડર બજાર વાગ્યા સુધીજ ચાલુ રહેશે. વાગ્યા બાદ મેડિકલ સિવાયના તમામ ધંધા રોજગાર બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાએ ફરીથી તેનં રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. વચ્ચે તંત્ર પણ સતર્ક થઇ ગયું છે અને લોકોને માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તેમજ કામ વગર ઘરની બહાર નીકળવા સલાહ આપવામાં આવી રહી છે. કોરોના કેસમાં અસંખ્ય વધારો થતા તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે ઇડરના વેપારીઓએ પણ વાગ્યા સુધી દુકાનો ચાલું રાખવાનો નિર્ણય કર્યો છે.

(8:55 pm IST)