ગુજરાત
News of Wednesday, 25th November 2020

સતત ૩૫માં વર્ષે વિરમગામથી અંબાજી પગપાળા સંઘે પ્રસ્થાન કર્યુ

છેલ્લાં ૩૪ વર્ષ થી કારતકી પૂનમે પગપાળા સંઘ અંબાજી જાય છે.

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ સુથારફળીમાં રહેતા સ્વ.મણિલાલ વિશ્વનાથ પંડ્યાના નિવાસસ્થાનેથી છેલ્લાં ૩૪ વર્ષ થી કારતકી પૂનમે પગપાળા સંઘ અંબાજી જાય છે. આ વર્ષે કારતક સુદ નોમ ને સોમવારે તા.૨૩-૧૧-૨૦૨૦ના રોજ સતત ૩૫માં વર્ષે ભરતભાઈ અને દિનેશભાઈ મણિલાલ પંડ્યા સહિતના શ્રધ્ધાળુઓ સાથે પગપાળા સંઘે અંબાજી જવા પ્રયાણ કર્યુ હતું. પરિવારના મહિલા સભ્ય મનીષાબેન દિનેશભાઈ પંડ્યાનું સંઘના આયોજનમાં નોંધપાત્ર યોગદાન રહે છે.

(6:36 pm IST)