ગુજરાત
News of Wednesday, 25th November 2020

ગુજરાત હાઇકોર્ટમાં ડિસેમ્બરે ઇ-લોક અદાલત : નાણાકીય રીકવરી, વળતર , લેબર વિવાદ સહિત ૧૩ પ્રકારના કેસોની સુનાવણી હાથ ધરાશે

અમદાવાદ: કોરોનાકાળ વચ્ચે ગુજરાત હાઈકોર્ટમાં 12મી ડિસેમ્બરના રોજ ઈ-લોક અદાલત યોજાશે. નેશનલ લોક અદાલત યોજવા મુડેની તમામ SOPનું પાલન કરવામાં આવશે. નેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ, નાણાકીય રિકવરીના કેસ, વળતર અને લેબર વિવાદને લગતા સહિત 13 પ્રકારના કેસો પર લોક અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટમાં યોજવનાર ઇ-લોક અદાલતમાં ભાગ લેનાર પક્ષકારોએ 5મી ડિસેમ્બર પહેલા ઈમેલ મારફતે હાઇકોર્ટ લીગલ સર્વિસ કમિટીનો સંપર્ક કરવાનો રહેશે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિકર્મનાથ અને જસ્ટિસ આર.એમ છાયાના માર્ગ દર્શન હેઠળ લોક અદાલત યોજાશે. ઓનલાઈન માધ્યમથી કેસની સુનાવની હાથ ધરવામાં આવશે. લોક અદાલત સમક્ષ સમાધાનના કિસ્સામાં બંને પાર્ટી કોર્ટ રિફંડ મેળવવા હકદાર રહેશે. ઇ-લોક અદાલતને લગતી તમામ કેસનું ડિજિટલ રેકોર્ડ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કોરોનાકાળમાં અગાઉ પણ સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી ઇ-લૉક અદાલતમાં 10 હજાર જેટલા કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. ઇન્શ્યોરન્સ કંપની અને કેટલાક સરકારને લગતા કેસોમાં 191 કરોડ રૂપિયાનું સમાધાન થયું હતું. અમદાવાદ મેટ્રો કોર્ટમાં સૌથી વધુ 1188 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.જ્યારે અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં 1361 કેસ સમાધાન માટે મુકવામાં આવ્યા હતા જે પૈકી 433 જેટલો કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. મોટાભાગના કેસ વાહન અકસ્માત વીમાના હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

આ લોક અદાલતના આયોજન માટે કોમ્પ્યુટર, વિડીયો કોંફરેન્સ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ઇન્સ્ટ્રુમેન્ટ બિલ, વીમા, ચેક બાઉન્સ, વીજ અને પાણીના બિલ સહિતના કેસ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવશે. લોક અદાલત યોજવાનું મુખ્ય કારણ પેન્ડિંગ કેસનું ભારણ ઓછું કરવાનું હોય છે.

(5:36 pm IST)