ગુજરાત
News of Wednesday, 25th November 2020

વડોદરા:કરજણ તાલુકાના ભરથાણા ટોલનાકા નજીક વાહન ચાલકો પાસેથી ટોલ ઉઘરાવી કર્મચારી ફરાર થઇ જતા તપાસ હાથ ધરવામાં આવી

કરજણ:તાલુકાના ભરથાણા ટોલનાકાનો કર્મચારી વાહન ચાલકો પાસેથી ટોલની રકમ ઉઘરાવ્યા બાદ ફરાર થઇ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે વડોદરા-ભરૃચ નેશનલ હાઇવે પર વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવવા માટે ભરથાણા પાસે ટોલ પ્લાઝા છે. એલ એન્ડ ટી કંપનીએ આ ટોલ પ્લાઝા પર ટોલ કલેક્ટ કરવા માટે ભીમા ટોલીંગ એન્ડ ટ્રાફિક સોલ્યુશન પ્રા.લી.ને કોન્ટ્રાક્ટ સોંપ્યો છે. આ ટોલ પ્લાઝા પર મૂળ બિહારનો વતની નિખીલ સજ્જન શર્મા ટોલ કલેક્ટર તરીકે ફરજ બજાવતો હતો.

તા.૨૨ના રોજ નિખીલની ટોલ પ્લાઝા નંબર ૧૮  બુથ પર ફરજ હતી અને તેણે ૩૫૨ વાહન ચાલકો પાસેથી રૃા.૯૧૬૮૫ ટોલ પેટે રકમ ઉઘરાવી હતી. આ રકમ પૈકી નિખીલે માત્ર રૃા.૮૧૫૯૦ જમા કરાવ્યા હતા જ્યારે બાકીની રકમ રૃા.૧૦૦૯૫ લઇને તે જતો રહ્યો હતો અને બાદમાં તેનો ફોન પણ બંધ આવતો હતો. આ અંગે આખરે ટોલ પ્લાઝાના મેનેજર દીદારસિંગ બલજીતસિંગે નિખીલ સામે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:21 pm IST)