ગુજરાત
News of Wednesday, 25th November 2020

લગ્ન અને અંતિમવિધિમાં સંખ્યા ઘટાડી તો શું કેવડીયા કોલોનીમાં 400 મહેમાનોની સ્પીકર કોન્ફ્રન્સ જરૂરી છે ??

ઓમ બિરલાએ પ્રત્યુત્તરમાં કહ્યું આ કોન્ફરન્સ દેશના હિત માટે થઈ રહી છે ભવિષ્ય માટે થઈ રહી છે

ગાંધીનગર: એક બાજુ રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા લગ્ન સમારોહમાં 100 લોકોને અને અંતિમવિધિના કાર્યક્રમમાં 50 લોકોને પરવાનગી આપી છે. ત્યારે કેવડિયા કોલોની ખાતે યોજાનારા કાર્યક્રમમાં 400થી વધુ લોકો એકઠાં થઈ રહ્યા છે. આ અંગેના પ્રશ્ન લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્રકાર પરિષદ દરમિયાન કરવામાં આવ્યાં હતાં ત્યારે ઓમ બિરલાએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે આ કોન્ફરન્સ દેશના હિત માટે થઈ રહી છે ભવિષ્ય માટે થઈ રહી છે અને આ કોન્ફરન્સમાં અમે covid 19ના તમામ નિયમોનું પાલન કરીશું.

કેવડીયા કોલોની ખાતે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા બે દિવસ માટે સ્પીકર કોંફરન્સને લઈને ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. કેવડીયા કોલોની ખાતે મોટો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. આ સ્પીકર કોન્ફરન્સમાં કેટલા રૂપિયાનો ખર્ચ થયો હોવાના સવાલ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને કરવામાં આવ્યો હતો ત્યારે બિરલાએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે અત્યારે ખર્ચો અંદાજિત કહી શકતાં નથી પરંતુ સંસદની અંદર અને સંસદની બહાર જે કોન્ટ્રાક્ટ થાય છે તે દેશના હિત માટે થાય છે.

(11:55 am IST)