ગુજરાત
News of Wednesday, 25th November 2020

રાજપીપળાના ડૉ.દમયંતીબા માત્ર એક રૂપિયા કેન્સરનો ઈલાજ કરી દોઢ મહિનામાં 450 પીડિતોનો ઈલાજ કરી ચુક્યા છે.

આયુર્વેદ અને વનસ્પતિઓમાંથી બનાવે છે કેન્સરની દવા ઘણી બહેનોમાં ગર્ભાશય કેન્સર મટાળ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળામાં રહેતા ડો.દમયંતી બા સિંધા અનોખી લોક સેવા કરી રહ્યા છે. તેઓ નેચરોથેરાપી દ્વારા કેન્સર જેવી ઘાતક બીમારી નો ઈલાજ કરે છે અને એ પણ ફક્ત એક રૂપિયામાં અને આ એક રૂપિયો પણ ગાયોના સંરક્ષણ માટે ફંડ તરીકે ભેગો કરે છે.
કેન્સરના દર્દીઓ માટે માત્ર એક જ રૂપિયામાં તેઓ દવા આપે છે, અત્યાર સુધીમાં આયુર્વેદિક દવા અને વનસ્પતિ દ્વારા કેટલાય બહેનોને ગર્ભાશયના કેન્સર મટાડી આપ્યા છે.છેલ્લા દોઢ મહિના માં તેમણે 450 જેવા દર્દી ઓનો ઈલાજ કર્યો છે.પાંચ વરસના ભૂલકાથી માંડીને 80 વર્ષની વૃદ્ધા બેનો સ્વસ્થ અને નિરોગી રહે એ માટે ડો.દમયંતીબા રોજ મફત યોગ કલાસીસ ચલાવીને યોગની તાલીમ જાતે આપીને સ્વસ્થ ભારત નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.સાથે સાથે લકવાના દર્દીઓ માટે વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓ વાટીને દવા તૈયાર કરી પીવડાવીને લકવા ના દર્દીઓને પણ પથારીવશ હતા તેવાને પણ ઊભા કર્યા છે.

(11:11 pm IST)