ગુજરાત
News of Monday, 25th November 2019

વડોદરાને ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કરો : કોંગ્રેસ દ્વારા મ્યુનિ,કમિશ્ર્નર કચેરી બહાર ધરણા

પ્લે કાર્ડ અને બેનર સાથે વિરોધ કર્યો: આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ હોવાના આરોપ લગાવી ભારે હોબાળો

વડોદરામાં કોંગ્રેસ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરની કચેરી બહાર ધરણા પર બેસી વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે પ્લે કાર્ડ અને બેનર સાથે વિરોધ કર્યો અને વડોદરાને ડેન્ગ્યુ ગ્રસ્ત જાહેર કરવા માંગ કરી હતી. કોર્પોરેશનની કચેરીમા કોંગ્રેસના કાર્યકરો દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ હોવાના આરોપ લગાવી ભારે હોબાળો કર્યો હતો. મ્યુનિસિપલ કમિશ્નર હાજર ન હોવાના કારણે કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો કર્યો હતો. કાર્યકરો કમિશ્નરની કચેરીની બહાર ધરણા પર બેસી ગયા હતા.

વડોદરા તંત્ર તથા રાજ્યનાં આરોગ્ય તંત્ર અને સરકાર પર આરોપો લગાવ્યા હતા. સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કોર્પોરેશન કચેરી પર ગોઠવવામાં આવ્યો હતો.

  વડોદરામાં અત્યાર સુધી એક હજારથી વધુ લોકોના ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે સાત જેટલા લોકોના મોત થયા છે. તેમ છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુના કારણે મોત થયા ન હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, અથવા તો કોઇ પણ પ્રકારે ઢાંગ પીછોડા કરવામાં આવી રહ્યા છે.

(7:39 pm IST)