ગુજરાત
News of Sunday, 25th October 2020

અમદાવાદમાં દશેરા પર્વે લાલ દરવાજા હોમગાર્ડ ભવન ખાતે શસ્ત્ર પૂજન કરાયું

સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સાથે શાસ્ત્રોક્ત વિધિ કરાઇ‌: હોમ ગાર્ડ જવાનો અને અધિકારીઓ પણ જોડાયા

અમદાવાદ : હોમગાર્ડઝના વિશાળ સંકૂલમાં બોર્ડર વિંગ તેમજ અન્ય જવાનો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સંકૂલમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી.

અમદાવાદ શહેરના લાલ દરવાજા ખાતે આવેલા હોમ ગાર્ડઝના સંકૂલમાં દશેરા નિમિત્તે યોજાયેલા શસ્ત્ર પૂજનમાં પિસ્તોલ, કાર્બાઇન, રાઇફલ, એસ.એલ.આર., જેવા હથિયારોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું.

શસ્ત્ર પૂજનમાં હોમગાર્ડઝના સિનિયર અધિકારીઓ પણ જોડાયા હતા. જેમા સ્ટાફ ઓફિસર આર. કે. ભોઇ, કે. આર. અવસ્થી તેમજ ત્રિવેદી અને જવાનોએ શસ્ત્ર પૂજન કરી આરતીમાં ભાગ લીધો હતો.

(6:50 pm IST)