News of Sunday, 25th October 2020
વલસાડ જિલ્લા પોલીસે કર્યું શસ્ત્ર પુજન : પોલીસના શસ્ત્રો પીસ્ટલ, ગન, રાઇફલ વગેરેનું પુજન કરાયું
વલસાડ એસપી ડો. રાજદિપસિંહ ઝાલાએ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લાના શસ્ત્રગારમાં શસ્ત્રો પુજન કર્યું હતુ. જ્યારે વલસાડ રૂરલ પોલીસ જી. વી. ગોહિલે વલસાડ રૂરલ પોલીસ મથકે શસ્ત્રોનું પૂજન કર્યું
(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : દશેરાના પર્વ નિમિત્તે સમગ્ર વલસાડ પોલીસે સવારના મૂહૂર્તમાં શસ્ત્ર પૂજન કર્યું હતુ. વલસાડ એસપી ડો. રાજદિપસિંહ ઝાલાએ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લાના શસ્ત્રગારમાં શસ્ત્રો પુજન કર્યું હતુ. જ્યારે વલસાડ રૂરલ પોલીસ જી. વી. ગોહિલે વલસાડ રૂરલ પોલીસ મથકે શસ્ત્રોનું પૂજન કર્યું હતુ. વલસાડ જિલ્લાના અન્ય પોલીસ મથકોમાં પણ પોલીસના શસ્ત્રો પીસ્ટલ, ગન, રાઇફલ વગેરેનું પુજન કરાયું હતુ. બ્રાહ્મણો દ્વારા વિધિવત થયેલા આ પૂજનમાં અનેક પોલીસકર્મીઓ જોડાયા હતા.
(5:07 pm IST)