ગુજરાત
News of Sunday, 25th October 2020

દશેરા- વિજયાદશમીના પુનિત પર્વે SGVP ગુરુકુલમાં ઋષિકુમારોએ અશ્વ પૂજન કર્યું

અમદાવાદ : ભારતીય સંસ્કૃતિ અણમોલ છે. આ ભારતમાં દશેરાના દિવસે અસ્ત્રપૂજા અને અશ્વપૂજા, વસંત પંચમીએ પ્રકૃતિ પૂજન અને ગુરુ પૂર્ણિમાએ ગુરુ, વેદ અને શાસ્ત્રોનું પૂજન ભાવપૂર્વક થતા હોય છે.

જયારે પહેલા હાલના આધુનિક શસ્ત્રો નહોતા ત્યારે યુદ્ધોના રણમેદાનમાં વફાદાર જાતવંત પ્રાણીઓમાં હાથી અને ઘોડાઓ હતા. તેમાંય સ્વામીની આજ્ઞા સમજીને શકે તેવા જાતવંત ઘોડાઓ હતા. ખપી જાય પણ ખસે નહીં. અંતિમ શ્વાસ સુધી શત્રુઓનો મુકાબલો કરતા. તેથી તે અશ્વો પૂજનીય બન્યા છે.

મહારાણા પ્રતાપ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ, શિવાજી મહારાજ વગેરેને અશ્વોએ ખૂબજ સહકાર આપેલ છે.

વિજયાદશમી એ ભક્તિ અને શક્તિનો સમન્વય છે. આસુરી શક્તિપર દૈવી શક્તિનો વિજય છે.

રામચંદ્રજી ભગવાન રાવણને મારીને પુષ્પક વિમાન મારફતે જ્યારે અયોધ્યા પાછા ફર્યા ત્યારે અયોધ્યા વાસીઓએ ભગવાન રામચંદ્રજી સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજીનું ભવ્ય સ્વાગત કરેલ ત્યારથી આ દશેરા ઉત્સવ આનંદથી ઉજવાય છે.

 શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ છારોડી એસજીવીપી ખાતે મારવાડી, રાજસ્થાની અશ્વો હોર્સરાઇડીંગ માટે રાખેલ છે.

દશેરા- વિજયાદશમીના પુૂનિત પર્વે  SGVP ગુરુુકુલમાં બિરાજીત શ્રી રામશ્રી શ્યામ અને શ્રી ઘનશ્યામ મહારાજના પુજારી ઋષિકુમારો પંડ્યા રવિ, પંડ્યા રમેશ, ત્રિવેદી ભાવિન, જોષી ધર્મેશ, મોહન મહારાજ અને અશ્વપાલક અશોકભાઇ વગેરેએ વેદના મંત્રો સાથે અશ્વોને ફુલના હાર પહેરાવી, મસ્તકે કુંમકુમનો ચાંદલો કરી, ગોળ ખવરાવી અશ્વ પૂજન કર્યું હતું.

(3:39 pm IST)